CM ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયતને લઈને હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં સુધારો આવ્યો છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અનુજની સારવાર ચાલી રહી છે. આ હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના સ્વાસ્થ્યને લઈને હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ અનુજ પટેલની તબિયત હવે સુધારા પર છે.
અનુજ પટેલની તબિયતને લઈને હોસ્પિટલનું હેલ્થ બુલેટિન
ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને 30મી એપ્રિલ 2023ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જન દ્વારા જરૂરી સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે એર એમ્બ્યુલન્સ દ્વારા મુબઈની હિન્દુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમને ICUમાં સતત સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.
અનુજ પટેલની તબિયતમાં સુધારો
હોસ્પિટલે હેલ્થ બુલેટિન દ્વારા જાણકારી આપી છે કે સર્જરી અને સારવાર બાદ અનુજ પટેલ હવે સ્વસ્થ છે. તે વાતચીત કરે છે, કોમાની બહાર છે અને વેન્ટિલેટર પરથી પણ તેમને હટાવી લેવામા આવ્યા છે. અને આજે કરવામાં આવેલ સીટી સ્કેન સંતોષકારક છે. જેથી તેની તબિયતમાં સુધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે.
હવે આ હોસ્પિટલમાં કરાશે શિફ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 37 વર્ષીય પુત્ર અનુજ પટેલની તબિયતમાં હવે સુધારો આવ્યો છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે અનુજ પટેલને મુંબઈની હિન્દુજાની હોસ્પિટલના તબીબોની સલાહ પ્રમાણે આવતીકાલે ફિઝિયોથેરાપીની સારવાર માટે મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરાશે. આ માટે કોકિલાબહેન હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા હિન્દુજા હોસ્પિટલમાં આવીને દર્દીની મુલાકાત પણ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે