અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. જાણકારી મુજબ અમિતશાહ આગામી 20મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે આ દરમિયાન તેઓ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

અમિત શાહ 20મેના રોજ ગુજરાત પ્રવાસે

મળતી માહીતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. જે મુજબ તેઓ આગામી 20 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિતશાહ 20 મેના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવશે. તેઓ નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે.

અમિત શાહ-humdekhengenews

કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહ AMC દ્વારા અંદાજે રૂપિયા 300.12 કરોડના ખર્ચે LIG- ફેઝ -2 ના આવાસોનો ડ્રો કરશે.

  • ગોતા વોર્ડ, સાયન્સ સિટી વિસ્તાર સહિત જુદા જુદા વોર્ડમાં અંદાજે 2000 જેટલા મકાનોનો ડ્રો
  • ગોતા વોર્ડમાં રૂપિયા 18.41 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ખાતમુહૂર્ત
  • ચાંદલોડિયા વોર્ડમાં રૂપિયા 17 કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત
  • નવા વાડજમાં રૂપિયા 7.75 કરોડોના ખર્ચે તૈયાર થનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત
  • થલતેજ ગામમાં રૂપિયા 5 કરોડના ખર્ચે થલતેજ તળાવ ડેવલપ કરવા માટે ખાતમુહૂર્ત

 આ  પણ વાંચો : દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, પોલીસ કાફલો તૈનાત

Back to top button