વર્લ્ડ

ન્યુઝીલેન્ડ : ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ , 10 લોકોના મોત, અનેક ઘાયલ

Text To Speech

ન્યુઝીલેન્ડની રાજધાનીમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 10 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 52 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડની બહમાળી હોસ્ટેલમાં આગ

ન્યૂઝીલેન્ડમાં મંગળવારે એક હોસ્ટેલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકો લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમજ રોઇટર્સે અહેવાલ મુજબ અધિકારીઓને શંકા છે કે કેટલાક લોકો હજુ પણ ગુમ છે. રોઇટર્સે પોલીસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે આગ મધ્યરાત્રિ પછી ન્યૂટાઉનના વેલિંગ્ટન વિસ્તારના લોફર્સ લોજના ઉપરના માળે ફાટી નીકળી હતી.

ન્યુઝીલેન્ડ -humdekhengenews

આગની ઘટનામાં 10 લોકોના મોત

ન્યુઝીલેન્ડમાં ચાર માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ ઘટના અંગે માહિતી આપી છે. વેલિંગ્ટનમાં ભીષણ આગને કારણે 10 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.જો કે પોલીસ પાસે મૃત્યુના ચોક્કસ આંકડા નથી,પરંતુ આ આંકડો વધી શકે છે. આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે મૃતકોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

52 લોકો ફસાયા હોવાની આશંકા

વેલિંગ્ટન ફાયર એન્ડ ઈમરજન્સીના ડીએમ નિક પાયલટે જણાવ્યું કે હોસ્ટેલમાં 52 લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા નિક પાયલોટે કહ્યું કે આ સમયે અમે એવા પરિવારોની સાથે છીએ જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમજ વધુમાં તેમણે કહ્યું કે બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. વધુને વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી. હાલ આ આગની તપાસ કરવામાં આવી રહી છે.

 આ પણ વાંચો : ડૉ. અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે ગુનો નોંધાયો

Back to top button