ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ક્યારે આવશે PM કિસાન નીધિનો 14મો હપ્તો? જાણો વિગત

Text To Speech

ખેડૂતોને ખેતી દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 13 હપ્તાઓ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણો 2 હજાર રૂપિયાના હપ્તાની આ રાહ કેટલો સમય બાદ સમાપ્ત થઈ શકે છે.

ક્યારે આવશે PM કિસાન નીધિનો 14મો હપ્તો?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના પૈસા આ ચાલુ મહિનામાં જ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરાઈ શકાય છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો 26 મેથી 31 મે વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ યોજનામાં ખેડૂતોને 6 હજાર રૂપિયાની મદદ મળે છે
પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, જે 2019માં શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને એક વર્ષમાં 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. હપ્તાના નાણાં રૂ.2000ના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પ્રથમ હપ્તાના પૈસા 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે આપવામાં આવે છે. બીજા હપ્તા માટેના નાણાં 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી પ્રાપ્ત થાય છે, જ્યારે, યોજનાના ત્રીજા હપ્તાના નાણાં 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં સીધા જ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો તમારે  14મો હપ્તો જોઈતો હોય તો તરત જ કરો આ કામ
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ ઈ-કેવાયસી વેરિફિકેશનનું કામ તાત્કાલિક કરાવવું જોઈએ, નહીં તો ચૌદમા હપ્તાના પૈસા ખાતામાં આવતા અટકી શકે છે. તમે ઘરે બેઠા પીએમ કિસાનની વેબસાઈટ પર જઈને ઈ-કેવાયસીની પ્રક્રિયા કરી શકો છો. આ સિવાય CSC સેન્ટર દ્વારા પણ KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચો: ગુજરાત: ફુલ સ્પીડમાં વાહન હંકારતા ફૂડ ડિલીવરી કરતા કર્મચારીઓથી સાવધાન!

Back to top button