અમદાવાદ: કબૂતરબાજી કેસમાં PI ડી.ડી.શિમ્પી સામે ચોંકાવનારા આક્ષેપ
- PI ડી.ડી.શિમ્પીએ કબૂતરબાજીના કૌભાંડમાં લાખો રૂપિયા પડાવ્યા
- બોબીએ ભાવેશની પત્નીને બહેન બનાવી હતી
- શાહપુરના કોન્ટ્રાક્ટરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
અમદાવાદના સ્ટેટ મોનિટરિંગ સેલના PI ધવલ (ડી.ડી) સિમ્પીએ શાહપુરમાં રહેતા કોન્ટ્રાકટરને કબૂતરબાજી કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપીને 5 લાખ પડાવ્યા હોવાથી તાત્કાલિક SMCએ તેની બદલી કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ફેરિયાના નામે કંપની ખોલી કરોડોનું કૌભાંડ કર્યું
PI ડી.ડી.શિમ્પીએ કબૂતરબાજીના કૌભાંડમાં લાખો રૂપિયા પડાવ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલના PI ડી.ડી.શિમ્પી સામે કબૂતરબાજીના કૌભાંડમાં લાખો રૂપિયા પડાવ્યા હોવાની શાહપુરના ભાવેશ પરમારે ફરિયાદ SMC અને રાજ્ય પોલીસવડાને મળી હતી. જેના પગલે SMCએ ફરિયાદ કરનાર ભાવેશ પરમારનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. જેમાં ભાવેશે પૂછપરછમાં જણાવ્યું કે, તે મકાન બનાવવાનું કોન્ટ્રાકટનું કામકાજ કરે છે. તે અને બોબી પટેલ બન્ને નવાવાડજ ખાતે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ફુલ સ્પીડમાં વાહન હંકારતા ફૂડ ડિલીવરી કરતા કર્મચારીઓથી સાવધાન!
બોબીએ ભાવેશની પત્નીને બહેન બનાવી હતી
આટલું જ નહીં, બન્ને અખબારનગરના શિવાલી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બોબીએ ભાવેશની પત્નીને બહેન બનાવી હતી અને તે અવાર નવાર ઘરે આવતો પણ હતો. તેની પાસે યુરોપના વિઝા છે અને તેની પત્ની ગ્રુપ ડાન્સમાં અગાઉ વિદેશ જઈને આવી છે. ભાવેશ અને તેની પત્નીનો પાસપોર્ટ રીન્યુ કરવાનો હોવાથી તેમણે બોબીના મિત્ર રવિન્દ્રને આપ્યો હતો. બીજી તરફ્, કબૂતરબાજીમાં બોબી પટેલ, રવિન્દ્ર સહિત ચાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. જેથી ભાવેશ બોબીના જામીન માટે SMCની ઓફિસ ગયો હતો. જ્યાં પીઆઇ ડી.ડી.શિમ્પીએ ભાવેશ પરમારને DG ઓફીસની બહાર મળવા આવ તેમ કહીને તેણે બોલાવ્યો હતો. બાદમાં આંગડિયા પેઢી મારફ્તે પીઆઈએ રૂ.5 લાખ ભાવેશ પાસે મંગાવ્યા હતા. આમ છતાં પીઆઇ હેરાન કરતો હોવાથી ભાવેશે ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી.