નડિયાદમાં નકલી હળદર અને મરચાનો પર્દાફાસ, નમૂના તપાસમાં સબ સ્ટાન્ડર્ડ નિકળ્યા
થોડા દિવસો પહેલા નડિયાદમાંથી નકલી હળદર સહિત મરચું બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતુ. જેમાં નકલી હળદળના નમૂના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નકલી હળદર અને મરચાનો પર્દાફાશ કરી નાખ્યો છે. લીધેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર કરવામા આવ્યા છે.
મીલ રોડ પરથી નકલી હળદળનું કારખાનું ઝડપાયું હતુ
મહત્વનું છે કે ગત 10 એપ્રિલના નડિયાદના મીલ રોડ પર આવેલી દેવ સ્પાઈસીસ ફેક્ટરીમાંથી નકલી હળદળ બનાવતા કાળ કારોબારનો પર્દાફાસ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા અહીથી લીધેલા નમુનાઓ (1)હળદર પાવડર અને (2) પ્રીમીક્ષ ટરમેરીક મસાલા ધારાધોરણ મુજબના ન હોવાનુ જાણવા મળ્યું છે. આ નમુનાઓ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતાં ફેકટરી માલિકો સામે કાર્યાવાહી હાથ ધરવામા આવશે.
નડિયાદના કમળાથી નકલી મરચુ ઝડપાયુ હતુ
સાથે જ 11 એપ્રિલે નડિયાદ કમળા ગામેથી ઝડપાયેલી શ્રી સદગુરૂ સેલ્સ કોર્પોરેશન ફેક્ટરીમાંથી લીધેલા નમુનાઓમાં (1) તીખા મરચા પાવડર; (2) કાશમીરી મરચા પાવડર; (3) આચાર મસાલા; (4) હળદર પાવડર અને (5) ધાણા પાવડર ધારાધોરણ મુજબના ન હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ નમુનાઓ અનસેફ ફુડ જાહેર થયા છે. જેથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામા આવશે.
આ પણ વાંચો : 184 ગુજરાતી માછીમારોની વતન વાપસી, પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય, ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ