કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય, ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

Text To Speech

ગિરનારના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ- વે સેવાને બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જૂનાગઢમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી અહી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

ગીરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ

મળતી માહીતી મુજબ ગીરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ આ સાથે જ ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે. જેના કારણે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. તેમજ પવનની ગતિ ધીમી પડતા આ રોપ-વે સેવા ફરીથી શરુ કરવામા આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામા આવ્યું છે.

ગિરનાર રોપ-વે-humdekhengenews

વાતાવરણ અનુકુળ થતા ફરી સેવા થશે શરુ

યાત્રાળુઓની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામા આવ્યો છે. ત્યારે રોપ- વે સેવા બંધ હોવાને કારણે અહીં આવેલા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રાળુઓને પગથિયા ચડીને જ ગિરનાર પર જવાની ફરજ પડી રહી છે. મહત્વનું છે કે હાલ ઉનાળુ વેકેશન હોવાથી ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં  પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રોપ-વે સંવા બંધ રખાતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 આ પણ વાંચો : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકીને હવામા ઉછાળીને રમાડતા બની કરુણ ઘટના

Back to top button