માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળકીને હવામા ઉછાળીને રમાડતા બની કરુણ ઘટના
નાના બાળકોને રમાડતી વખતે અનેક લોકો હવામા ઉછાળતા હોય છે. પરંતુ આવી રીતે બાળકોને રમાડવાની આદત નાના બાળકો માટે જોખમરુપ સાબિત થઈ શકે છે. ત્યારે સુરતમાંથી આવો જ એક ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. જેમા નાની બાળકીને હવામા ઉછાળવાને કારણે તેનું મોત નિપજ્યું છે.
સુરતમાં ચેતવણીરુપ કિસ્સો
સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકીને હવામાં ઉછાળતા પંખાની પાંખ તેના માથામાં વાગતા તેનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં 3 મહિનાની બાળકીને તેના પિતા હવામા ઉછાડીને રમાડી રહ્યા હતા આ દરમિયાન પંખાની પાંખ તેના માથામાં વાગી હતી. જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ આ પહેલા જ માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.
હવામા ઉછાળતા બાળકીને પંખાની પાંખ વાગી
મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત ખાનપુરા વિસ્તારમાં રહેતા મસરૂદ્દીન શાહ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. મસરૂદ્દીને 3 પુત્રી અને એક પુત્ર છે. શનિવારના રોજ મસરૂદ્દીન તેની 3 માસની પુત્રી ઝોયાને રમાડી રહ્યા હતા. અને તેમને બાળકીને હવામાં ઉછાળી અને જેથી આ બાળકીનું માથુ પંખાની પાંખમાં આવી ગયું હતુ અને બાળકી ત્યાં જ ફસડાઈ પડી હતી. જે બાદ પિતા ગંભીર રીતે ઘવાયેલ લોહીલુહાણ હાલતમાં બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : હાય ગરમી ! અમદાવાદમાં ગરમીને કારણે 590 લોકો બેભાન થયા