ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: આ શહેરના 60 ટકા કરતા વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ

Text To Speech
  • સવારે 7 વાગ્યાથી બપોરના 1વાગ્યા સુઘી વીજ પુરવઠો બંધ
  • જમણવારના સમયે પણ વીજળી નહી આવતા લોકો ગરમીમાં ત્રાહિમામ
  • ખાસ કરીને બાળકો અને વડીલોની હાલત વધુ કફેડી ગઇ હતી

ભરૂચ નગરના 60 ટકા જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો 6 ક્લાક માટે બંધ રખાયો હતો. સમારકામ અંગે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હોવાનું વીજ તત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ આટલા સમારકામ બાદ પણ હવે વીજ પુરવઠો ડૂલ નહી થાય તે અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી.

સવારે 7 વાગ્યાથી બપોરના 1વાગ્યા સુઘી વીજ પુરવઠો બંધ

ભરૂચ નગરમાં આશરે 60 ટકા વિસ્તારમા સવારે 7 વાગ્યાથી બપોરના 1વાગ્યા સુઘી એટલે કે 6 ક્લાક સુઘી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. સમારકામ અંગે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ત્યારે હવે વીજ પુરવઠો ડૂલ નહિ થાય તે અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. જ્યારે ભરૂચ નગરમાં આકાશ માથી અગન ગોળા વરસી રહ્યાં હોય તેમ 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં વીજ તંત્ર દ્વારા સમારકામ અંગે વીજ પુરવઠો બંધ રાખવામાં આવતાં ભરૂચના લોકો ગરમીમાં શેકાઈ ગયા હતા. ખાસ કરીને બાળકો અને વડીલોની હાલત વધુ કફોડી ગઇ હતી.

જમણવારના સમયે પણ વીજળી નહી આવતા લોકો ગરમીમાં ત્રાહિમામ

હાલ મે માસના દિવસોમા જ્યારે ભરૂચ પંથકમા ઠેર ઠેર લગ્ન પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યોજાયેલ લગ્ન પ્રસંગના આયોજકો વીજ પુરવઠો નહી હોવાના કારણે ખુબ મૂઝાયા હતા. બપોરના સમયે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો અને મહેમાનો કયારે વીજ પુરવઠો આવે અને પંખા તેમજ કૂલર ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. તો બપોરે જમણવારના સમયે પણ વીજળી નહી આવતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા હતા. લગ્નના આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

Back to top button