અમદાવાદની એલ જે કોલેજમાં થયું કોર્પોરેટ વોલીબોલ લીગનુ ભવ્ય આયોજન
અમદાવાદ: LJ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત કાર્પોરેટ વોલીબોલ લીગ સીઝન-૨ તારીખ 11 થી 18 મેના આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં આજ ફાલ્કાન્સ, NG સ્મેશર્શ, સવ્સ્તીક સ્ટોર્મસ, સ્પોર્ટસ હબ સ્ટાર્સ, અલટિમસ લાઈન્સ, હાઈપર લિન્ક હબ્સ, રંગ બ્લાસ્ટર્સ, વર્ધન વોરીયર્સ ભાગ લઇ રહી છે. જેનું સેમીફાઈનલ 21 મેના રોજ થશે.
રોજ 3 મેચો રમાય રહી છે: આ 6 દિવસની લીગમાં રોજ 3 મેચો રમાય રહી છે. જે ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે તેઓ સ્ટેટ લેવલ તથા નેશનલ લેવલના ખેલાડીઓ રહી ચુક્યા છે. આ જે ખેલાડીઓ રમી રહ્યા છે
તેમને ઓકશન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. માત્ર રમવા ખાતર જ નહી પરંતુ આ ખેલાડીઓને આર્થિક ઉપાર્જન થાય તે માટે પણ મદદ કરાઈ રહી છે. 13મે ના દિવસે સવ્સ્તીક સ્ટોર્મસ અને રંગ બ્લાસ્ટર્સ , આજ ફાલ્કાન્સ અને અલટિમસ લાઈન્સ, NG સ્મેશર્શ અને હાઈપર લિન્ક હબ્સ, સ્પોર્ટસ હબ સ્ટાર્સ અને વર્દન વોરીયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમા NG સ્મેશર્શે સારા પર્ફોરમન્સ સાથે જીત મેળવી હતી.
આ લીગના આયોજક: આ લીગના આયોજક તરીકે, મુખ્ય પ્રેસીડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ વોલીબોલ MR.NG પટેલ , વાઈસ પ્રેસીડેન્ટ વિજય મહેતા, એસોસીએશન સેક્રેટરી વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રમનભાઈ પટેલ, સેક્રેટરી DR કમલેશ પટેલ , સીનીયર કોચ ખેલો ઇન્ડિયા એકેડમી DR અજયચંદ્ર , એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ ગુજરાત સ્ટેલ લેવલ વોલીબોલ એસોસિએશન કે એમ મોદી , ટ્રેઝરર ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન એન્ડ ઇન્ટરનેશનલ વોલીબોલ રેફરી નરેન્દ્ર ક્ષત્રિય , જોઈન્ટ સેક્રેટરી અખીલ અમદાવાદ A.V.A & CVL સીલેકટર અમરીશ શાહનો મુખ્ય સપોર્ટ રહ્યો છે.
લોકો ક્રીકેટ પત્યે વધુ આકર્ષણ ધરાવે છે: આ ખેલાડીઓ રમત પ્રત્યેનું પોતાનું અદમ્ય સાહસ દેખાડી રહ્યા છે. આજના સમયમાં જ્યાં લોકો ક્રીકેટ પત્યે વધુ આકર્ષણ ધરાવે છે ત્યાં આવી મેચો પણ લોકોને જોવા માટે પ્રેરણા આપે છે. આ આયોજનનુ મુખ્ય કારણ વોલીબોલને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી : ડીસામાં પોલીસ અને પબ્લિક વચ્ચે વોલીબોલ મેચ રમાઈ