રાજકોટમાં એક અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મૃત્યુ બાદ કારસવાર યુવક-યુવતી ફરાર, બિલ્ડરના નામે રજીસ્ટર છે કાર રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર કાર ચાલકે અડફેટે લેતા આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે યુવકને ઉછાળ્યો જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.મળતી માહિતી અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી બ્રિજ પર પૂરપાટ વેગે આવતી કારે યુવકને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જે બાદ કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. અને બનાવ સ્થળે લોકોના ટોળેટાળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. રાહદારીઓના જણાવ્યા અનુસાર, કારમાં યુવતી પણ સવાર હતી, યુવકને અડફેટે લીધા બાદ કારમાં સવાર યુવક-યુવતી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા કારના નંબરના આધારે તપાસ કરતા આ કાર રાજકોટના બિલ્ડરની હોવાનું સામે આવ્યું હતું. RTOની વેબસાઇટ પર આ કાર વિરેન જસાણીના નામે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા વિરેન જસાણીનો સંપર્ક કરતા તેમણે કાર થોડા સમય પહેલા જ વહેચી નાખી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શોધખોળ હાથ ધરી
હાલ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 દિવસ અગાઉ પણ રાજકોટના અમીન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. 5 દિવસ અગાઉ પણ બની હતી હિટ એન્ડ રનની ઘટના, ગત 09 મેના રોજ રાજકોટના અમીન માર્ગ પર રોડ ક્રોસ કરી રહેલી એક યુવતીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડીને માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું