બનાસકાંઠા: ભાભરના સીસોદરા ગામમાં વાછરડીની પેંડા તુલા કરાઈ
પાલનપુર: ભાભર તાલુકાના સિસોદ્રા ગામના ખેડૂતે ગોગ મહારાજ અને દ્વારકાધીશ ભગવાનની બાધા રાખી હતી તેમને ત્યાં પાળેલી ગાયને વાછરડી જન્મતા આ ખેડૂતે પેંડા થી વાછરડીને ભારોભાર પેંડા થી તોલી હતી. આ પ્રકારની ઘટના બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર બની છે કે, કોઈ પશુપાલક ખેડૂતની ગાયને વાછરડી એ જન્મ આપ્યો હોય અને ત્યાર પછી તેની પેંડા વડે તુલા કરવામાં આવી હોય.
વૈશાખ વદ આઠમ/નોમને શનિવારે ભાભર તાલુકાના સીસોદરા ગામના માળી લાલાભાઈ વાઘાભાઈને ત્યાં ગાય માતાએ વાછરડીને જન્મ આપ્યો હતો. તેની ખુશીમાં ગોગા મહારાજ અને દ્વારકાધીશ ભગવાનની માનતા સ્વરૂપે વાછરડીને ગાયના દૂધના 24 કિલો પેંડાથી તોલવામાં આવી હતી.આ પેંડાનું સગા -સ્નેહીઓમાં વિતરણ કરાયું હતું. આ તુલા કરવામાં આવી ત્યારે રામ કથાકાર છોગારામજી બાપુ સહિત ગૌભક્તો હાજર રહ્યા હતાં. વાછરડીનું “કૃષ્ણ પ્યારી” નામકરણ કરાયું હતું. જ્યારે લાલાભાઈના ગૌમાતા પ્રત્યેના પ્રેમની ચોમેર પ્રશંસા થઈ હતી !
આ પણ વાંચો :વિશ્વ માતૃદિવસ નિમિત્તે સાણંદની આ સંસ્થાએ 35 વિધવા માતાઓનું પૂજન કરી અનોખી રીતે કરી ઉજવણી