બનાસકાંઠા: ડીસામમાં વાલી સંમેલનમાં ‘વાલીઓની ફરજ અને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે વાલીની ભૂમિકા’ વિષય પર વિચારો રજૂ કરાયા


પાલનપુર: વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા શ્રી રામેશ્વરજી અગ્રવાલ આદર્શ પ્રાથમિક શાળા ડીસામાં વાલી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત વ્યક્તિગત ગીત રજૂ કરી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.
શ્રી સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા, શ્રી રામેશ્વરજી અગ્રવાલ આદર્શ પ્રાથમિક શાળાનું યોજાયું હતું વાલી સંમેલન
કાર્યક્રમની શરૂઆતમાં શાળા અને આદર્શ વિદ્યા સંકુલ વિશે પૂરતી માહિતી વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નારાયણભાઈ મેઘાણી દ્વારા વાલીઓને વિવિધ સંસ્કારરૂપી સુંદર વાત રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતો. જગદીશભાઈ ચાવડા દ્વારા ‘વાલીઓની ફરજ અને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે વાલીની ભૂમિકા’ એ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શ્રી સંસ્કાર મંડળ, ડીસાના પ્રમુખ ડૉ.અજયભાઈ જોશી દ્વારા વાલીઓને શાળા સંકુલની માહિતી તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને શ્રી સંસ્કાર મંડળ ડીસાના હોદેદારો તેમજ સભ્યો, વાલીઓ, શાળાના સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.