ગુજરાતટોપ ન્યૂઝ

કર્ણાટક-ઉત્તર પ્રદેશની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો| M.S યુનિવર્સિટીમાં ડમી ઉમેદવાર|કાળઝાળ ગરમીમાં શેકાયા લોકો

તલાટીની પરીક્ષા : M.S યુનિવર્સિટીમાં ડમી ઉમેદવાર બેસાડ્યા ? 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લેવાતા કૌભાંડની શંકા

સતત વિવાદમાં રહેતી વડોદરાની M.S યુનિવર્સિટી આજે ફરી એક વાર વિવાદમા આવી છે. ગત 7 મેના રોજ લેવાયેલ તલાટીની પરીક્ષામાં M.S યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થયો છે.

કાળઝાળ ગરમીમાં શેકાયા આ 10 શહેરના લોકો, 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી રહી છે. રાજ્યના તાપમાનની વાત કરવામા આવે તો તાપમાનનો પારો 5 ડિગ્રી સુધીને 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે.ગઈ કાલે પાટણમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. પાટણ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

યુપી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ આગળ, મેયર પદ પર સપા પાછળ, કોંગ્રેસની હાલત ખરાબ

ઉત્તર પ્રદેશની નગરપાલિકાની ચૂંટણીમાં મેયર પદ માટે ઝાંસીની ભાજપની પ્રથમ જીત છે. ઝાંસીમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને મેયર પદ પર જીત મેળવી છે. મેયર પદની સાથે સાથે નગર પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ પણ જોવા મળી રહ્યું છે. 17 મેયર પદ પર ભાજપ 15 બેઠકો પર આગળ છે. બહુજન સમાજ પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પાછળ છે.

Karnataka Election Results Live : વલણોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, કર્ણાટકમાં મતગણતરી શરૂ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ગણતરીના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ આગળ છે, પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને આજે બેંગલુરુ પહોંચવા કહ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને બેંગલુરુ લઈ જવા માટે રાજ્યના દૂરના વિસ્તારોમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને કવાયત માટે નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.

Live : HumDekhenge પર સૌથી પહેલા કર્ણાટક-ઉત્તર પ્રદેશની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો

કર્ણાટક વિધાનસભા અને ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આજે એટલે કે 13મી મેના રોજ આવશે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થયું હતું. તેવી જ રીતે, યુપી ચૂંટણી માટે 4 અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે અને યુપીમાં નાગરિક સંસ્થાઓના ઉમેદવારોનું ભાવિ લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

અમરેલીમાં ગૌ હત્યાના ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા

અમરેલીની સેશન્સ કોર્ટે ગૌહત્યાના એક શખ્સને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, અન્ય બે સહઆરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા. ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન અધિનિયમ હેઠળ સૌરાષ્ટ્રમાં આ બીજી સજા છે. જુલાઈ 2019 માં, રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના એક વ્યક્તિને આ કડક કાયદા હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Rajkot : ગુજરાત ATSનું મોટું ઓપરેશન, 214 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપાયું

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી ગામ પાસે ગતરાત્રે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ATS દ્વારા અંદાજિત 31 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ATSએ ત્રણ આરોપીઓની પણ અટકાયત કરી છે. ગુજરાત ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન પાર પાડીને કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે

Back to top button