નેશનલ

Karnataka Election Results : કર્ણાટક ભાજપ કાર્યાલયમાં સાપ ઘૂસ્યો, સીએમ બોમાઈ પણ ઓફિસમાં હાજર હતા

Text To Speech

કર્ણાટકના શિગગાંવમાં ભાજપ કાર્યાલયમાં સાપ ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. ઓફિસમાં હાજર લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. કાર્યાલયમાં ઉપસ્થિત આગેવાનો વચ્ચે સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. સીએમ બસવરાજ બોમાઈ પણ બીજેપી ઓફિસમાં તે સમયે હાજર હતા. બોમાઈ શિગગાંવથી જ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ બેઠક પરથી ચોથી વખત પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ જાણવા બોમાઈ તેમના સમર્થકો સાથે પાર્ટી ઓફિસમાં હાજર હતા. કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપ ટ્રેન્ડમાં પાછળ છે. ચૂંટણીનું અંતિમ પરિણામ આવવાનું બાકી છે. પરિણામને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

આ પણ વાંચો : Karnataka Election Results Live : કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને મોડી રાત્રે બેંગલુરુ પહોંચી જવા સૂચના અપાઈ !

કર્ણાટક માટે આજનો દિવસ ઐતિહાસિક છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ વલણો થોડીવારમાં આવશે. 10 મેના રોજ રાજ્યની 224 વિધાનસભા બેઠકો પર 72.82 ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ વખતે ચૂંટણીમાં કુલ 2,615 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. હાલ કોંગ્રેસ પ્રાથમિક વલણોમાં સ્પષ્ટ બહુમતી મેળવી રહી છે.

Back to top button