AMCની મહિલાઓને ખાસ ભેટ, શહેરમાં 10 કરોડના ખર્ચે 21 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની મહિલાઓને મોટી ભેટ આપી છે. અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે ખાસ 21 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે. શહેરના એક ઝોનમાં ત્રણ ટોયલેટ દીઠ કુલ 21 ટોયલેટ બનાવવામાં આવશે. આ ખાસ પિન્ક ટોયલેટ 5 ટોયલેટ સીટની સુવિધાઓ વાળા બનાવવામાં આવશે. દિવ્યાંગ મહિલાઓ માટે રેમ્પ સહિતની ઉંચાઈની સીટ પણ બનાવવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકા આ 21 ટોયલેટ પાછળ 10 કરોડનો ખર્ચ કરશે. પિન્ક ટોયલેટ બન્યા બાદ મેન્ટેનન્સ માટે ટેન્ડરિંગ બહાર પાડવામાં આવશે.
શૌચાલયોમાં સેનિટરી નેપકિન્સ માટે વેન્ડિંગ મશીન અને વપરાયેલ નેપકિનને ડમ્પ કરવા માટે ઇન્સિનરેશન મશીન હશે. શૌચાલયમાં અલગ ફીડિંગ રૂમ તેમજ ચેન્જિંગ રૂમ પણ હશે.
દરેક સ્ટ્રક્ચરમાં પાંચ વેસ્ટર્ન કમોડ હશે. આ દરેક સ્ટ્રક્ચર રૂ. 25 લાખના ખર્ચે ઊભું કરવામાં આવશે. આ સુવિધા મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને વિકલાંગ મહિલાઓ માટે રેમ્પ પણ હશે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, “AMCએ તેના બજેટમાં આવા શૌચાલયોની દરખાસ્ત મૂકી હતી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામ હાથ ધરવામાં આવી શકે છે.”
મેયર વધુમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં આવા વધુ શૌચાલયો બનાવવામાં આવી શકે છે અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એવી મહિલાઓને કેટરિંગ કરવાનો છે જેમને ઘણીવાર અન્ય જાહેર શૌચાલયોમાં પહોંચવામાં મુશ્કેલી પડે છે.
આ 21 જગ્યાએ પિન્ક ટોયલેટ મૂકવામાં આવશે
વાસણા બસ સ્ટેન્ડ
લૉ ગાર્ડન સિવિક સેન્ટર
ONGC સર્કલ, ચાંદખેડા
નરોડા ઓમની સ્કેવર
રાધાકૃષ્ણ મંદિર, સૈજપુર
ઈન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર
જમાલપુર ચાર રસ્તા
દાણાપીઠ, ખાડીયા
નમસ્તે સર્કલ, શાહીબાગ
શ્રેયસ કોમ્પ્લેક્સ, વેજલપુર
સરખેજ ચાંદલોડીયા
બોડકદેવ-વસ્ત્રાપુર ગાર્ડન
ઘાટલોડીયા ગામ
નિકોલ ગામ
ઓઢવ ગામ
હાટકેશ્વર બ્રિજ
કાંકરિયા ગેટ નંબર-3
નિકોલ સર્કલ પાસે, લાંભા
વટવા