બોટાદઃ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિતે તા.18-6-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ઉપરાંત કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકના શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકના શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.