રાહુલ ગાંઘીને સજા આપનાર જજ સહિત 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર સ્ટે મૂક્યો છે, જ્યારે બઢતીની કાયદેસરતા કોર્ટ સમક્ષ પેટા-ન્યાયનો મુદ્દો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રમોશનની સૂચના આપવામાં આવી હતી તેનો અપવાદ લીધો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને સીટી રવિકુમારની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક અધિકારીઓની બઢતી માટે કરાયેલી ભલામણ અને તેના પરિણામે સરકાર દ્વારા ભલામણનો અમલ કરવા માટે જારી કરાયેલા જાહેરનામાને સ્ટે આપ્યો હતો.
કાળઝાળ ગરમીમાં મળશે આંશિક રાહત, 24 કલાક બાદ તાપમાન ઘટવાની શકયતા
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવમાન વિભાગ દ્વારા ગરમીને લઈને રાહતના સમાચાર આપવામા આવ્યા છે. હવામાન વિભાગે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. આ સાથે જ કેટલાક ભાગોમાં હીટવેવ અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ પણ આપવામા આવ્યું છે.
વડોદરા: MS યુનિવર્સિટીમાં નોકરી કૌભાંડના કેસમાં ત્રણ ઠગ ભરાયા
વડોદરામાં MS યુનિવર્સિટીમાં નોકરી કૌભાંડના કેસમાં ત્રણ ઠગ ભરાયા છે. જેમાં એડિશનલ DGની સૂચના બાદ ગુનો નોંધાયો છે. તેમજ શૈલેષ સોલંકી સહિત ત્રણ ઠગો વિરુદ્ધ ગુનો સયાજીગંજ પોલીસ મથકે નોકરી કૌભાંડનો ગુનો નોંધાયો છે.
‘વિદ્યાર્થીઓ Google પરથી ડેટા મેળવી શકે છે, પરંતુ નિર્ણય પોતે જ લેવો પડે’; PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષણ સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે શિક્ષકોની ભૂમિકા વધુ વધે છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ લગભગ 40 ટકા હતો પરંતુ આજે તે ઘટીને માત્ર 3 ટકા થયો છે.
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા પરિણામમાં ઘટાડો
2023 નું ધોરણ 12 નું પરિણામ જાહેર થય ગયું છે. જેમાં 87.33% વિદ્યાર્થી પાસ થયા છે અને વિદ્યાર્થીઓ CBSEની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે આ પરીક્ષામાં 16.60 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે ગત વર્ષના પરિણામ કરતા 5.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.