ટ્રેન્ડિંગમનોરંજન

‘શોલે’ ફિલ્મને લઈને ટ્વિટર પર વિવાદ, જાણો સમગ્ર મામલો

Text To Speech

શોલે’ ફિલ્મને રીલીઝના 48 વર્ષ ઓગસ્ટ 2023 માં પૂર્ણ થશે ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સ આ ફિલ્મને લઈને હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે. તમને સવાલ થતો હશે શોલે ફિલ્મમાં તો હિન્દુ મુસ્લિમ જેવુ તો કઈ નહતું તો પછી વિવાદ શેનો ?

આ પણ વાંચો : બનાસકાંઠા: માલોત્રામાં તળાવ ખોદવામાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇ માપણી

ટ્વિટર પર એક યુઝરે ફિલ્મને લઈને એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં યુઝરે લખ્યું છે કે ફિલ્મના લેખક મુસ્લિમ હોવાથી ફિલ્મમાં સલીમ નામના પાત્ર પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો છે. યુઝરે ટ્વિટ કરી લખ્યું છે કે, ‘ઠાકુરના આખા પરિવારની હત્યા થઈ ગઈ અને ગબ્બર આખા ગામ પર અત્યાચાર ગુજારતો રહ્યો, કોઈએ પરવાહ ન કરી, પરંતુ સલીમના કાકાના પુત્રની ગબ્બર દ્વારા હત્યા થતાં જ આખા ગામને આઘાત લાગ્યો. કારણ કે લેખક જાવેદ હતા અને આપણે ફિલ્મના દર્શકો હતા. શોલે ફિલ્મમાં ગામડામાં લાઈટ ન હતી. ઠાકુર ફાનસ લઈને ફરતા હતા, પણ લાઉડસ્પીકર દ્વારા નમાઝ થતી કારણ કે લેખક જાવેદ અને આપણે હિંદુઓ ફિલ્મ જોઈ રહ્યા છીએ, ગામમાં બે મુસલમાન છે અબ્દુલ અને ઈમામ કાકા, અબ્દુલના મૃત્યુ બાદ કાકા લાશ પાસે હતા, તો મસ્જિદમાંથી કોણ અઝાન આપતું હતું ? તે ઘૂસણખોર હતો જેણે અઝાન આપી હતી, જેના માટે NRC લાવવામાં આવ્યું છે’.

Back to top button