એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર,  ગત વર્ષ કરતા પરિણામમાં ઘટાડો

Text To Speech

2023 નું ધોરણ 12 નું પરિણામ જાહેર થય ગયું છે. જેમાં 87.33% વિદ્યાર્થી પાસ થયા છે અને વિદ્યાર્થીઓ CBSEની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે આ પરીક્ષામાં 16.60 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે ગત વર્ષના પરિણામ કરતા 5.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

CBSE 12માનું પરિણામ જાહેર

ગત વર્ષે 92.71 ટકા પરીણામ આવ્યું હતું. દેશમાં ત્રિવેન્દ્રમ ક્ષેત્રનું સૌથી વધુ 99.91 ટકા પરિણામ જાહેર થયુ છે. કુલ 16,60511 લાખ વિદ્યાર્થીઓ માંથી 1450174 વિદ્યાર્થીઓઓ પાસ થયા છે.CBSE 12માનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6% સારી રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68% રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67% રહી છે. છતાં પણ પરિણામ ગતવર્ષ કરતાં ઓછું આવ્યું છે

_પરિણામ-humdekhengenews

  આ રીતે પરિણામ કરો ચેક

વિદ્યાર્થીઓ ઘણા સમયથી જેની  રાહ જોઈ રહ્યા તે સમય આજે આવી ગયો છે. CBSE Board દ્વારા 2023ના ધોરણ12નું પરિણામ  આજે જાહેર થઇ ગયુ છે.  વિદ્યાર્થીઓ https://cbseresults.nic.in પર પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર તેમનો રોલ નંબર દાખલ કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે.

 આ પણ વાંચો : PM મોદીએ ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના સત્રમાં આપી હાજરી, શિક્ષણ વ્યવસ્થાને લઈને કહી આ મહત્વની વાત

Back to top button