- AMC હવે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વિશે તપાસ કરશે
- બાપુનગર વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનોમાં આગ લાગી હતી
- રાયપુર-ખાડિયાની પોળોમાં અઢળક ફટાકડાના ગોડાઉનો છે
અમદાવાદનું AMC તંત્ર જાગ્યું છે. જેમાં રહેણાંક વિસ્તારોમાં ફટાકડાના વેપલાની તપાસ કરશે. તેમાં AMC હવે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વિશે તપાસ કરશે. જેમાં રાયપુર-ખાડિયાની પોળોમાં અઢળક ફટાકડાના ગોડાઉનો છે. તથા કેટલાય રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનો બેફામ વેપલો થતો જ રહ્યો છે. તેમજ PESO દ્વારા ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા
બાપુનગર વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનોમાં આગ લાગી હતી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનો અને અન્ય ગોડાઉનો તેમજ દુકાનોમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં દુકાનો અને ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા.આ ઘટનામાં જાણવા જેવી બાબત એ છે કે, તંત્ર એ વાતથી અજાણ જ છે કે, રહેણાંક વિસ્તારની આસપાસ આ રીતે ફ્ટાકડાના ગોડાઉન આવેલા છે. આ ગોડાઉનમાં બનતી વસ્તુઓ કે, જે લોકોના જીવન માટે ખૂબ જ જોખમી છે, તે આવી રીતે રહેણાંક વિસ્તારોની પાસે કેવી રીતે શક્ય બને?
આ પણ વાંચો: પાકિસ્તાથી ગુજરાતના 200 માછીમારો વતન આવશે
તંત્ર જુદા જુદા બહાના બતાવીને મંજૂરી આપી દેતા હોય છે
આ ઘટના પછી તંત્ર ઊંઘમાંથી સફળુ જાગ્યુ છે ને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના કેટલા રહેણાંક વિસ્તારોની આસપાસ આ પ્રકારના ગોડાઉન છે તેની તપાસ હાથ ધરવાનું નક્કી કર્યુ છે. બીજી તરફ્ રાયપુર વિસ્તારમાં પોળોની અંદર ફટાકડાના ગોડાઉનો આવેલા હોવાનું સત્તાવાળા જાણતા હોવા છતા તેવી રીતે મંજૂરી આપવામાં આવી છે તે તપાસ માંગી લે છે. ઉલ્લેખનીય છે કે, જયારે કોઈ મોટી ઘટના બને એટલે તંત્ર જાગે છે અને એકાદ દિવસ પગલા લે છે પછી લોકોમાં આક્રોશ શાંત થાય એટલે તંત્ર જુદા જુદા બહાના બતાવીને મંજૂરી આપી દેતા હોય છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારમાં નવો વળાંક આવ્યો
PESO દ્વારા ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ આપવામાં આવે છે
શહેરના રહેણાંક વિસ્તારોમાં આવેલા ગેસના ગોડાઉન, ઓક્સિજન રીફ્લિ પ્લાન્ટ તેમજ ફટાકડાના ગોડાઉનો હોય તો તે કેટલા છે? અને જો આવા સ્થળો પર હોય તો તેને ત્યાંથી દૂર કરવામાં આવે, જેનાથી જો કોઈ આગઅકસ્માતની ઘટના બને તો કોઈ મોટી જાનહાનિ ન થાય.અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા 170 ફટાકડા વેચાણ માટેના લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોરેજ કરવા માટેનું લાઇસન્સ પોલીસ દ્વારા આપવામાં આવતું નથી. PESO દ્વારા ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ આપવામાં આવે છે.