IPL-2023ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2023 Playoff: માત્ર 14 મેચ બાકી, કોઈ ટીમ Playoff માટે નથી થઈ ક્વોલિફાઈ

Text To Speech

IPLની 16મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ તબક્કામાં અત્યાર સુધી 56 મેચ રમાઈ છે અને હવે માત્ર 14 મેચ બાકી છે. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી કોઈ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી.

આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે ટક્કર

IPL 2023માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને થશે. જો આ મેચમાં ગુજરાતની ટીમ જીતશે તો તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. બીજી તરફ જો મુંબઈ જીતશે તો તે રાજસ્થાનને પછાડીને ત્રીજા નંબરે આવી જશે. હાલમાં ગુજરાત 16 પોઈન્ટ સાથે પ્રથમ અને મુંબઈ 12 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

IPL 2023 Teams
IPL 2023 Teams

ચેન્નાઈ બીજા અને રાજસ્થાન ત્રીજા ક્રમ પર

મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચમાં 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની બેમાંથી એક મેચ જીતવી પડશે. બીજી તરફ જો ચેન્નાઈની ટીમ બંને મેચ હારી જશે તો તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

લખનઉ અને બેંગલોર પાસે તક

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 11 મેચમાં 11 પોઈન્ટ સાથે પાંચમા અને RCB 11 મેચમાં 10 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. આ બંને ટીમોએ પ્લેઓફમાં પહોંચવા માટે તેમની બાકીની 3-3 મેચ જીતવી પડશે.

આ પણ વાંચોઃ  યશસ્વી જયસ્વાલે બનાવ્યો રેકોર્ડ, IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી

સત્તાવાર રીતે હજુ સુધી કોઈ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ટોપ-4માં પહોંચવું અશક્ય છે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ તેની બાકીની ત્રણેય મેચ જીતી જશે તો તે ક્વોલિફાય થઈ જશે.

Back to top button