ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા

Text To Speech
  • અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનના 1,181 કેસ નોંધાયા હતા
  • સોલા સિવિલમાં અત્યારે રોજની સરેરાશ ઓપીડી 1500થી 1700 દર્દી
  • શહેરમાં સ્વાઈન ફલૂ અને કોરોના આ સપ્તાહે એક પણ નવો કેસ નોંધાયો નથી

અમદાવાદમાં ગરમીમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. જેમાં સપ્તાહમાં નવા 1,253 દર્દી ઉમેરાયા છે. તેમાં સોલામાં OPDમાં આવતાં 33 ટકા બાળકોને દાખલ કરાયા છે. જેમાં સપ્તાહના રિપોર્ટ મુજબ વાયરલ ઈન્ફેક્શનના 1253 દર્દી નોંધાયા છે. તથા રોજની સરેરાશ ઓપીડી 1500થી 1700 દર્દી આસપાસ છે.

વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો દેખાયો

કાળઝાળ ગરમી વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો દેખાયો છે, સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના 1,181 કેસ નોંધાયા હતા, જે આ સપ્તાહમાં વધીને 1,253 થયા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં વાયરલના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, અલબત્ત, ગરમીને કારણે ઝાડા ઉલટી, પેટમાં દુખાવા સહિતના કેસ વધ્યા છે. સોલા સિવિલમાં અત્યારે રોજની સરેરાશ ઓપીડી 1500થી 1700 દર્દી આસપાસ રહે છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો

સોલા સિવિલના ડો. પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા સપ્તાહના રિપોર્ટ મુજબ વાયરલ ઈન્ફેક્શનના 1253 દર્દી નોંધાયા છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, ડેન્ગ્યુ, કમળો અને ટાઈફોઈડના નવા એક એક કેસ સામે આવ્યા છે, ઝાડાના 11 કેસ આવ્યા છે. બીજી તરફ સ્વાઈન ફલૂ અને કોરોના આ સપ્તાહે એક પણ નવો કેસ નોંધાયો નથી. બાળકોની ઓપીડીમાં જેટલા કેસ નોંધાય છે તે પૈકી અત્યારે 30થી 33 ટકા બાળકો એવા છે જેમને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે, અગાઉ આ ટકાવારી 25થી 30 ટકા આસપાસ હતી, જ્યારે પુખ્ત વયના દર્દીમાં દાખલ થવાનું પ્રમાણ 10 ટકા આસપાસ છે. કાળઝાળ ગરમીને ધ્યાને લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે, અલબત્ત આ વોર્ડમાં એકેય દર્દી દાખલ નથી.

Back to top button