ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટમાં વ્યક્ત કર્યું પોતાનું દર્દ, ‘મને લાકડીઓથી મારવામાં આવ્યો અને…’
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને કોર્ટે તેને છોડી મૂક્યા હતા. સુનાવણી દરમિયાન ઈમરાન ખાને ચીફ જસ્ટિસને કહ્યું કે તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. મારી ધરપકડ કરવા માટે કમાન્ડો કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટમાંથી મારી ધરપકડ કરવામાં આવી હતી.
Pakistan: Supreme Court orders Imran Khan's immediate release after calling his arrest "illegal"
Read @ANI Story | https://t.co/upzv2Mvxxg#imran_Khan #PTI #Pakistan #imranKhanPTI pic.twitter.com/lBMNVdf9JJ
— ANI Digital (@ani_digital) May 11, 2023
ઈમરાન ખાને કહ્યું કે મને મારી ભૂલ વિશે પણ કહેવામાં આવ્યું ન હતું. મને હજુ પણ સમજાતું નથી કે મારી સાથે આવું કેમ થયું? ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ પોતાનો મુદ્દો રાખતા તેમણે કહ્યું કે મારી ધરપકડ કર્યા પછી તેઓ મને પોલીસ લાઈનમાં લઈ ગયા, પછી મને બીજે ક્યાંક લઈ ગયા. મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. મને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો.
ઈમરાને કોર્ટમાં શું કહ્યું?
ઈમરાને કહ્યું કે ક્યારેક તે મને પોલીસ લાઈનમાં લઈ જાય છે તો ક્યારેક બીજે ક્યાંક. મને સમજાતું નથી કે મારી સાથે શું થયું. એટલી હદે કે મારી ભૂલ શું હતી તે મને કહેવાની તક પણ આપવામાં આવી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે અમે માત્ર ઇચ્છતા હતા કે ચૂંટણી યોજાય અને લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે. જ્યારે પણ અરાજકતા હોય ત્યારે મેં રેલીઓ રદ કરી. અમારી ચૂંટણી રેલીઓમાં પણ હેરાનગતિ કરવામાં આવી હતી. હું મારા સમર્થકોને કહું છું કે કાયદો હાથમાં ન લે. આના પર ચીફ જસ્ટિસે તેમને કહ્યું કે રાજકારણ વિશે વાત ન કરો.
‘આપને મળીને આનંદ થયો’
પીટીઆઈ ચીફ ઈમરાન ખાને વધુમાં કહ્યું કે મારું કોર્ટ રૂમમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. મેં વોરંટ માંગ્યું, પણ મને વોરંટ બતાવવામાં આવ્યું ન હતું. મારા પર હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે અમારે ચૂંટણી જોઈએ છે, અમે શા માટે હોબાળો મચાવીશું. તેના પર ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને રાજનીતિ વિશે વાત ન કરવા કહ્યું. ચીફ જસ્ટિસ બંદ્યાલે સુનાવણી દરમિયાન ઈમરાન ખાનને કહ્યું કે તમારી ધરપકડ બાદ હિંસાની ઘટનાઓ બની છે, અમે દેશમાં શાંતિ ઈચ્છીએ છીએ. આપને મળીને આનંદ થયો.
જણાવી દઈએ કે રેન્જર્સે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. ઈમરાન તેને આને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. અમને તમારી સુરક્ષાની ચિંતા છે, કાલ સુધી પોલીસ લાઇનના બંગલામાં જ રહો, તમને જેને મળવું હોય એકસાથે 10 લોકો મળી શકે છે.