ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

“તારક મહેતા શો”ના અસિત મોદી વિરૂદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ, શું કહ્યું તેમણે?

  • “તારક મહેતા શો”ના નિર્માતા અસિત મોદી ફરી વિવાદમાં
  • અસિત મોદી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના લાગ્યા આરોપ!
  • અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી વિરુધ્ધ કરી ફરિયાદ
  • અસિત મોદીએ આપ્યો વળતો જવાબ, વાંચો શું કહ્યુ તેમણે? 

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા દ્વારા બાકી રકમ ન ચૂકવવાનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યારે આ શોમાં ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે. અસિત મોદીની સાથે જેનિફર મિસ્ત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ કેસ કર્યો છે.

જેનિફર મિસ્ત્રીએ 15 વર્ષ બાદ શો છોડવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લી વખત ‘મિસિસ સોઢી’ 7 માર્ચે સેટ પર પહોંચી હતી, જ્યારે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજનો તેમની સાથે કોઈ વાતને લઈને મતભેદ થયો હતો, ત્યાર બાદ એક્ટ્રેસ તે સેટ છોડીને જતી રહી હતી.

શું 2 મહિના પહેલા શો છોડી દીધો?
જેનિફર મિસ્ત્રીનો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. E-Times અનુસાર, અભિનેત્રીએ જણાવ્યું કે 7 માર્ચે હોળી પર તેની વર્ષગાંઠ હતી અને તેણે ચાર વખત કામ પરથી રજા માંગી હતી. પરંતુ એ લોકો જવા દેતા નહોતા. મેકર્સે ધમકી આપી હતી અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે સોહેલે બળજબરીથી મારી કાર રોકી હતી. આટલું જ નહીં, મેં તેને એમ પણ કહ્યું કે મેં આ શો સાથે 15 વર્ષ સુધી કામ કર્યું છે અને મને આ રીતે દબાણ ન કરી શકાય. આ પછી સોહેલે મને ધમકી આપી હતી. મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

મેકર્સે પૈસા પડાવવાનો લગાવ્યો આરોપ
જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે 4 એપ્રિલે મેં તેમને વોટ્સએપ પર જવાબ આપ્યો કે મારી સાથે યૌન શોષણ થયું છે. મેં ડ્રાફ્ટ મોકલ્યો અને તેઓએ મને ડ્રાફ્ટ પરતા કહ્યું કે હું તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી છું. મેં તે દિવસથી નક્કી કર્યું કે હવે મારે તેમની પાસેથી જાહેરમાં જ માફી જોઈએ. મેં વકીલની મદદ લીધી. 8 માર્ચે મેં અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજને નોટિસ મોકલી હતી. મને આ અંગે કોઈ જવાબ મળ્યો નથી.

શું કહ્યું અસિત મોદીએ?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ જેનિફર મિસ્ત્રી બંસીવાલના આરોપોને ફગાવી દીધા છે. અસિત મોદીનું કહેવું છે કે જેનિફર તેમની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેણે કહ્યું કે જેનિફરે શો છોડ્યો ન હતો પરંતુ તેને શોમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.

 

આ પણ વાંચો: આલીયા ભટ્ટે પોતાની દીકરી માટે કહી આ ખાસ વાત, વાંચો અહેવાલ

Back to top button