ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં હાઉસિંગની જમીન પર ચાલતી હોસ્પિટલનો વિવાદ વકર્યો

Text To Speech
  • સોસાયટી દ્વારા આ હોસ્પિટલની સામે નોમિની બોર્ડમાં અરજી કરેલી
  • સોસાયટીના બાયલોઝ આને મંજૂરી આપતા નથી
  • સુગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અરજી પર 27મીએ સુનાવણી

સુરતની સુગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડે અરજી કરી છે કે સોસાયટીની જમીન 52 ચાલતી હોસ્પિટલને બંધ કરવામાં આવે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર અને હોસ્પિટલ સંચાલકોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 27 જૂને હાથ ધરાશે.

આ પણ વાંચો: PM મોદી વડોદરા જિલ્લાના 95 ગામના 137 લાભાર્થીઓને આવાસ ફાળવશે

સોસાયટી દ્વારા આ હોસ્પિટલની સામે નોમિની બોર્ડમાં અરજી કરેલી

સોસાયટી દ્વારા આ હોસ્પિટલની સામે નોમિની બોર્ડમાં અરજી કરેલી. જેમાં, બોર્ડે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરેલો. જો કે, તેમ છતાંય હોસ્પિટલ ચાલુ રહેતા, તેની સામે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલમાં અરજી કરેલી. જો કે માર્ચ માસમાં આ અરજીને ફ્ગાવાઈ હતી. જેની સામે સોસાયટીએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ મુજબ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે તેના સભ્યો સોસાયટીની જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી શકે નહીં.

સોસાયટીના બાયલોઝ આને મંજૂરી આપતા નથી

આ બાબતના મુદ્દે વર્ષ 2013માં થયેલી અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને ચુકાદો આપેલો છે કે, કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે સભ્યો સોસાયટીની જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી શકે નહીં. આ ઉપરાંત, કાયદાથી વિપરિત જઈને તેનો ઉપયોગ થઈ શકે નહીં. અરજદારની એ પણ રજૂઆત હતી કે જો કોઈ સ્થાનિક સંસ્થા ટાઉન પ્લાનિંગ એક્ટ, જીડીસીઆર (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન) અથવા બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ હોસ્પિટલ ચલાવવા માટે મંજૂરી આપે તો પણ તે મંજૂરી રદબાતલ ગણાય, કારણ કે સોસાયટીના બાયલોઝ આને મંજૂરી આપતા નથી.

Back to top button