લાઈફસ્ટાઈલ

શું ચા પછી પાણી પીવું એ રોગોને આમંત્રણ આપવા જેવુ છે?

Text To Speech

શું તમે પણ ચા પિયા પછી પાણી પીવો છો? જો હા તો ચેતી જજો કારણ કે આ આદત તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. કેટલાક લોકોને ચા પહેલા અને પછી પાણી પીવાની આદત હોય છે. અથવાતો વાસી મોઢે ચા પિતા હોય છે. જો તમે પણ કરો છો આવી ભૂલ તો આ ખાસ અહેવાલ આપના માટે..

ચા પછી પાણી પીવાથી નુકસાન

તમે ઘણીવાર ઘરના વડીલોને જોયા હશે કે તેઓ ચા પીતા પહેલા એક ગ્લાસ પાણી ચોક્કસપણે પીવે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં લોકો ચા પીતા પહેલા પાણી પીવે એવો રિવાજ છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું તેની પાછળ ખરેખર કોઈ તર્ક છે? ખરેખર, લોકો ઘણીવાર ચા-કોફીને એનર્જી બૂસ્ટર તરીકે લે છે. ખાસ કરીને ભારતમાં, જો તમે વધુ ખુશ હોવ કે તણાવમાં હો ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. ચા ભારતીય લોકોનું ખાસ પીણું છે. ચા પહેલા પાણી પીવું યોગ્ય છે પણ જો તમે ચા પછી પાણી પીવો છો તો તમે રોગોને આમંત્રિત કરો છો. અમુક લોકોની સવાર ચાથી થતી હોય છે. તો અમુક લોકો અડધી રાતે પણ ચા પીતા અચકાતા નથી. કેટલાક લોકો એવું પણ કહે છે કે ચા પછી પાણી ન પીવું જોઈએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો આવું કેમ બોલે છે,? તેની પાછળનું કારણ શું છે.? આવો જાણીએ ..

ચા, પાણી-humdekhengenews

કઈ પ્રકારના થય શકે છે રોગ

ચા પહેલા પાણી પીવું યોગ્ય છે પણ જો તમે ચા પછી પાણી પીવો છો તો તમે રોગોને આમંત્રિત કરો છો કઇ પ્રકારના થય શકે છે રોગ આવો જાણીએ, જો તમે ચા પીધા પછી તરત જ પાણી પીતા હો તો તેનાથી પેટમાં તકલીફ થાય છે. પેટમાં ગેસ બનવા ઉપરાંત દુખાવો, પેટનું ફૂલવું, કબજિયાત, લૂઝ મોશન સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે.આ સાથે જ જો વાત કરવામાં આવે તો ચા પછી તરત જ પાણી પીવાથી શરદી અને ફ્લૂ થઈ શકે છે. ગળામાં દુખાવો થશે. છીંક આવવા લાગશે. જો તમે આવું વારંવાર કરો છો તો આ સમસ્યા પણ વધી શકે છે.અને નાકમાંથી લોહી નીકળે છે. ઉનાળામાં આવું બિલકુલ ન કરો. જો ચા ગરમ હોય અને પાણી ઠંડું હોય તો તે ઠંડું-ગરમ નુકસાન પહોંચાડી શકે છે.આ સાથે જ તમે અનેક રોગોનો ભોગ બની શકો છો ,

 આ પણ વાંચો : શું વધુ પડતું પાણી પીવું નુકશાનકારક છે ?

Back to top button