બેઠા બેઠા પગ હલાવવા લાગો છો? હોઇ શકે છે બિમારીના લક્ષણ
- કેટલાક લોકો બેઠા બેઠા પગ હલાવવા લાગે છે
- ક્યારેક કોઇ પથારીમાં પડયા પડ્યા પણ પગ હલાવવા લાગે છે
- આ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારીના લક્ષણો છે
તમે ઘણી વખત કેટલાય એવા લોકોને જોયા હશે કે તેઓ બેઠા બેઠા પગ હલાવવા લાગે છે. ક્યારેક કોઇ પથારીમાં પડયા પડ્યા પણ પગ હલાવવા લાગે છે. ક્યારેક તમે પણ ટેન્શનમાં એવુ કરી લેતા હશો. આ બાબતનો સીધો સંબંધ તમારી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલો છે. સાયન્સની વાત માનીએ તો પગ હલાવવાની આદત સારા સંકેત નથી. પગ હલાવવાની આદતને નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારી રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમના લક્ષણો તરીકે જોવામાં આવે છે.
શું છે રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ
મેડિકલ સાયન્સમાં બેઠા બેઠા પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ કહેવાય છે. આ બીમારી ઉંઘ ન આવવાના કારણે થાય છે. વ્યક્તિ માનસિક રીતે પરેશાન હોય અથવા તો તેને બાળપણથી જ ઉંઘ ન આવતી હોય તો તે રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમનો શિકાર થાય છે. આ બિમારીથી પીડિત લોકોને કાર્ડિયોવેસ્ક્યુલર સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે. સતત પગ હલાવતા રહેવાથી બ્લડ પ્રેશરની સાથે સાથે દિલની ધડકનોની ગતિ પણ વધી જાય છે. આ કારણે આગળ જતા હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો વધે છે.
આયરનની કમી હોઇ શકે છે કારણ
જ્યારે કોઇ વ્યક્તિને સારી ઉંઘ આવતી ન હોય તો તેને થાક મહેસુસ થાય છે. આ રોગને સ્લીપ ડિસઓર્ડર પણ કહેવાય છે. ખાસ કરીને આ રોગ આયરનની કમીના કારણે થાય છે. આ ઉપરાંત પાર્કિંસસ અને કિડનીના દર્દીઓ તેમજ ગર્ભવતી મહિલાઓમાં હોર્મોનલ ચેન્જીસના કારણે આ રોગ થઇ શકે છે. આયરનની કમી પુરી કરવા માટે ભોજનમાં આયરનથી ભરપૂર વસ્તુઓને સામેલ કરવી જોઇએ.
આ ઉપાય રાહત આપશે
વોકિંગ
તમારી આ આદતને છોડવા માટે વોકિંગનો સહારો લઇ શકો છો. જ્યારે તમને લાગે કે તમારા પગ હલી રહ્યા છે તો તમારી જગ્યાએથી ઉભા થાવ અને વોકિંગ કરો. આ સિન્ડ્રોમમાંથી બહાર આવવા આ તમારુ પહેલુ પગલુ હશે.
નશીલા પદાર્થોથી દુર રહો
બીપી, હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુ ખતરનાક છે. આ રોગથી બચવા માટે પુરતી ઉંઘ લો અને નશીલા પદાર્થોથી દુર જ રહો.
કોલ્ડ અને હોટ બાથ
પગ હલાવવાની આદતથી છુટકારો મેળવવા માટે તમે આયરનની દવા લેવાની સાથે કોલ્ડ અને હોટ બાથનો સહારો લઇ શકો છો.
કેફીનથી બચો
તમે રાતે સારી ઉંઘ ન લઇ શકતા હો તો સુતા પહેલા ચા કે કોફી લેવાના બદલે એક્સર્સાઇઝ અને યોગમાં ધ્યાન લગાવો.
આ પણ વાંચોઃ ક્યારે છે Mother’s Day? કેવી રીતે થઇ આ દિવસ ઉજવવાની શરૂઆત?