ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો | PM મોદી આવતીકાલે ગુજરાતમાં | કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ

Text To Speech

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો, આગામી 5 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

38 વર્ષીય વ્યક્તિને 6 વર્ષની ભત્રીજી પર બળાત્કાર અને હત્યા માટે કોર્ટે ફાંસીની સજા ફટકારી

POCSO ન્યાયાધીશ સીકે ચૌહાણની અદાલતે બાળકીના મામાને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 302 (હત્યા) અને 376 (બળાત્કાર) અને જાતીય અપરાધથી બાળકોની સુરક્ષા (POCSO) અધિનિયમની કલમ 6 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

ધો. 9 થી 12 ના 25000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે

પરીક્ષાના આધારે મેરિટમાં આવનાર 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 માં વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ 11-12માં વાર્ષિક રૂ. 25,000 શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવશે.

છેવટે પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ

ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ હવે વિજિલન્સને સોંપવામાં આવી છે. તપાસ મળતાની સાથે જ વિજિલન્સન ટીમે ટેન્ડરની પ્રક્રિયાના તમામ દસ્તાવેજ કબજે કાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં AAPની મોટી જીત, LG નહીં, કેજરીવાલ સરકાર છે દિલ્હીના અસલી બોસ

દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારને લગતા વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે દિલ્હી સરકારને અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર રહેશે.

ગોલ્ડન ટેમ્પલ પાસે અઠવાડિયામાં ત્રીજી વખત બ્લાસ્ટ ! પંજાબ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

અમૃતસરના સુવર્ણ મંદિરથી થોડે દૂર શ્રી ગુરુ રામ દાસ નિવાસ નજીક ગુરુવારે વહેલી સવારે ધડાકા જેવો મોટો અવાજ સંભળાયો હતો. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે અવાજ લગભગ 12.15 થી 12.30ની આસપાસ સંભળાયો હતો.

Ahmedabad : આવતીકાલે PM મોદી શહેરમાં રૂ. 1,654 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વિભાગ હેઠળના રૂ. 1,654 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં મુમતપુરા બ્રિજનો સમાવેશ થાય છે.

Back to top button