ક્યારે છે Mother’s Day? કેવી રીતે થઇ આ દિવસ ઉજવવાની શરૂઆત?
- મે મહિનાનો બીજો રવિવાર Mother’s Day તરીકે ઉજવાય છે
- આખા વિશ્વમાં Mother’s Dayની ઉજવણી કરવામાં આવે છે
- માતાના ત્યાગ, સમર્પણ અને નિઃસ્વાર્થ પ્રેમની કદર કરવા Mother’s Day ઉજવાય છે
દુનિયાભરમાં મે મહિનાનો બીજો રવિવાર Mother’s Dayના રૂપમાં મનાવાય છે. આ વર્ષે 2023માં આ ખાસ દિવસ 14મેના રોજ મનાવાશે. આ દિવસ મનાવવાની પાછળ માતાના ત્યાગ, સમર્પણ અને સ્નેહની કદર કરવાનો ઉદ્દેશ છુપાયેલો છે. આ દિવસ મનાવવા પાછળ અલગ અલગ દેશમાં અલગ અલગ કહાની છે. દુનિયાના કેટલાક દેશમાં Mother’s Dayના દિવસે વિશેષ રજા પણ જાહેર કરાય છે. આ દિવસની શરૂઆત કેવી રીતે થઇ તે પણ જાણો.
કેવી રીતે થઇ Mother’s Day મનાવવાની શરૂઆત?
અમેરિકામાં એના જોવિસ નામની એક મહિલા પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. માંની દેખભાળ કરવા માટે તેણે લગ્ન પણ કર્યા ન હતા. જ્યારે માંનુ મૃત્યુ થયુ ત્યારે એના માંને યાદ કરીને ઉદાસ રહેવા લાગી. એના હંમેશા એ વિચારતી કે માતા બાળકો માટે આખી જિંદગી કેટલુ કરે છે, પરંતુ તેના પ્રેમ, ત્યાગ અને સમર્પણની કદર થતી નથી. આવા સંજોગોમાં માંના પરિવાર માટે નિસ્વાર્થ પ્રેમ, ત્યાગ, સમર્પણ માટે તેનો આભાર વ્યક્ત કરવાનો એક દિવસ હોવો જોઇએ. એનાની માતાનું મૃત્યુ મે મહિનામાં થયુ હતુ. એનાએ પોતાની માતાની પુણ્યતિથિને Mother’s Dayના રૂપમાં ઉજવવાનું શરૂ કરી દીધુ.
માતાના મૃત્યુ બાદ એનાએ પોતાનું આખુ જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધુ. એટલું જ નહીં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનાએ ઘાયલ અમેરિકી સૈનિકોની એક માંની જેમ સેવા કરી. આ નિસ્વાર્થ સેવા ભાવનાને જોતા અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને એનાના સન્માનમાં એક કાયદો પાસ કરીને Mother’s Dayને મનાવવાને પ્રત્યક્ષ રીતે સ્વીકૃતિ આપી. ત્યાબાદ અમેરિકી સંસદમાં એક કાયદો પાસ કરીને મે મહિનાના બીજા રવિવારને Mother’s Day તરીકે મનાવવાની જાહેરાત કરી. ત્યારબાદ 9 મે, 1914ના દિવસે ઔપચારિક રીતે મધર્સ ડે મનાવવામાં આવ્યો.
આ પણ વાંચોઃ આલીયા ભટ્ટે પોતાની દીકરી માટે કહી આ ખાસ વાત, વાંચો અહેવાલ