બનાસકાંઠા : મહિલા પહેલવાનોના સમર્થનમાં મહિલા કોંગ્રેસ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ
- ગુરુ નાનક ચોકમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનર લઇ કર્યા દેખાવ
પાલનપુર : દિલ્હીમાં જંતર મંતર ખાતે મહિલા પહેલવાનોએ જાતીય શોષણ વિરુદ્ધ ધરણાં યોજયા હતા અને તેઓ કેટલાક દિવસથી લડત આપી રહ્યા છે. ત્યારે મહિલા કોંગ્રેસ દ્વારા તેમના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લાના મહિલા કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજીને મહિલા પહેરવાનોના ન્યાય માટે માગણી કરી છે.
છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા મહિલા પહેરવાનોના શોષણને લઈને તેમને ન્યાય મળે તે માટે લડત આપી રહ્યા છે. જ્યારે વૃજભૂષણને સજા ક્યારે મળશે તેવા બેનર સાથે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે મોડી સાંજે કેન્ડલ માર્ચ નું આયોજન કર્યું હતું. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેનના આદેશ મુજબ પાલનપુર ખાતે આવેલા ગુરુ નાનક ચોકમાં મહિલા પહેલવાનોના સમર્થનમાં કેન્ડલ યોજીને ન્યાય માટે માંગ કરી હતી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા પહેલવાનો 15 દિવસથી ન્યાય માટે લડત આપી રહ્યા છે, ત્યારે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ પણ તેમની સાથે છે.તેમ જણાવી અને વૃજભૂષણને સજા આપવા કાર્યકરો એ માંગ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad : હાટકેશ્વર બ્રિજ મામલે હાઇકોર્ટે 4 આરોપીઓની જામીન અરજી ફગાવી