મધ્ય ગુજરાત

Ahmedabad : હાટકેશ્વર બ્રિજ મામલે હાઇકોર્ટે 4 આરોપીઓની જામીન અરજી ફગાવી

Text To Speech

અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે આરોપી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડાયરેક્ટર રમેશ હીરાભાઈ પટેલ, તેના બે પુત્રો ચિરાગ અને કલ્પેશ પટેલ, અન્ય ડાયરેક્ટર રસિક અંબારામ પટેલની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. અગાઉ સેશન્સ કોર્ટે પણ આરોપીઓના જામીન ફગાવી દીધા હતા ત્યારે હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવી ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો : ડમી કાંડમાં વધુ 2 આરોપીઓને SITએ ઝડપ્યા, હજુ આટલા પોલીસ પકડથી દૂર !
હાટકેશ્વર બ્રિજ - Humdekhengenews ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ગુનો પ્રસ્થાપિત થાય છે જેને ધ્યાનમાં લેતા આરોપીઓને હાલના તબક્કે જામીન આપી શકાય નહિ. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચારેય આરોપીઓની આગોતરા જમીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. સરકારે રજૂઆત કરી હતી કે હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામ મામલે આઈઆઈટી રૂરકી અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સહિતના દેશની નામાંકિત લેબ અને સંસ્થાઓનો અભિપ્રાય છે કે, નિયત કરાયેલા માપદંડ અને નિયમ મુજબ બ્રિજના બાંધકામમાં લઘુત્તમ સ્વીકાર્ય મજબૂતાઈ પણ જોવા મળતી નથી. આરોપી કોન્ટ્રાક્ટરોએ હલકી ગુણવત્તાવાળો માલસામાન વાપર્યો છે જેને લીધે બ્રિજની મજબૂતાઈને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપના અડધો ડઝન ધારાસભ્યોએ સરકારને પત્ર લખીને ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી
હાટકેશ્વર બ્રિજ - Humdekhengenews ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર બ્રિજ મામલે અનેક તપાસો અને વિવિધ લેબના ટેસ્ટ બાદ કોન્ટ્રાકટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બ્રિજ તોડી પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપીઓ પર ફરિયાદ દાખલ થતાં જ તમામ ભૂગર્ભમઆ ઉતરી ગયા હતા. આરોપીઓએ પહેલા સેશન કોર્ટમાં જામીન અરજાઈ કરી હતી ત્યા કોર્ટે અરજી ફગાવી દીધી હતી, ત્યારે હાઇકોર્ટે પણ કડક વલણ અપનાવી 4 એ આરોપીઓની અરજી ફગાવી દીધી છે.

Back to top button