ગુજરાત

ભાજપના અડધો ડઝન ધારાસભ્યોએ સરકારને પત્ર લખીને ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

Text To Speech

ફિલ્મની રિલીઝ પહેલા જ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને દેશભરમાં વિવાદ ચાલુ થઈ ગયો હતો. રાજ્યમાંમાં ભાજપના અડધો ડઝન ધારાસભ્યોએ રાજ્ય સરકારને પત્ર લખીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે. જૂનાગઢમાં, ભાજપના સાંસદ અને ધારાસભ્યએ છોકરીઓ અને મહિલાઓ માટે ધ કેરળ સ્ટોરી ફિલ્મના એક સપ્તાહના ફ્રી શોનું આયોજન કર્યું છે. અમદાવાદ ભાજપે ગુરુવારે કાર્યકરો માટે બે શોનું આયોજન કર્યું છે. નિર્માતા વિપુલ શાહ અને દિગ્દર્શક સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ 5 મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ દેશની સાથે સાથે ગુજરાતમાં પણ તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો : મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો બ્રિજ ! ખાનગી બસ ચાલકે લીધો માસુમનો જીવ
ધ કેરળ સ્ટોરી - Humdekhengenewsઆ પણ વાંચો : છેવટે પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ

ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિંદુ પરિષદે રાજ્ય સરકાર પાસે ફિલ્મન ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે. ટેક્સ ફ્રીની માગણી કરનારા ભાજપના ધારાસભ્યોમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરાડિયા, આણંદના સૈજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલારાનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યો છે. ગુજરાતમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી બનાવવાની માંગ ઉઠી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરાડિયાએ 11 થી 19 મે દરમિયાન જૂનાગઢ શહેરના એક થિયેટરમાં યુવતીઓ અને મહિલાઓ માટે આ ફિલ્મનો ડેઈલી શો બુક કરાવ્યો છે. અમદાવાદ ભાજપે ગુરુવારે તેના જનપ્રતિનિધિઓ અને કાર્યકરોને ‘ધ કેરળ સ્ટોરી’ બતાવવા માટે મલ્ટિપ્લેક્સમાં બે સ્ક્રીન બુક કરાવી છે.

Back to top button