ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

Surat : માસ કોપી કેસ મામલે યુ.નિ એક્શનમાં, 28 વિદ્યાર્થિનીને ‘0’ માર્ક સાથે 500 રૂપિયાનો દંડ

Text To Speech

સુરત યુનિવર્સિટીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પરીક્ષામાં માસ કોપી કેસ મામલે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે અને માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિનીઓનેઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 આ પણ વાંચો : હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી

કોપી કેસ મામલે કડક કાર્યવાહી

જાણકારી મુજબ સુરતની વિશ્વ ભારતી કોલેજમાં માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને માસ કોપી કેસ મામલે ઝડપાયેલ વિદ્યાર્થિનીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે અને સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વીર નર્મદ યુ.નિ-humdekhengenews

આ પણ વાંચો : અમદાવાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના, બે કાર વચ્ચે એક્ટિવા અડફેટમાં આવી, 5 ઇજાગ્રસ્ત

જાણો સમગ્ર મામલો 

ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળની કામરેજની વિશ્વ ભારતી કોલેજમાં 6 એપ્રિલના રોજ યોજાયેલ અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ગેરરીતી થતી હોવાની જાણ યુનિવર્સિટીને થઈ હતી. જેથી યુનિવર્સિટીએ સ્પેશિયલ સ્કવૉડની ટીમને કોલેજ ખાતે મોકલી હતી. અને તપાસ દ્વારા એક પરીક્ષાખંડમાંથી 10 વિદ્યાર્થિની પાસે માઇક્રો ઝેરોક્ષ અને હાથેથી લખેલી કાપલી ઝડપાઈ હતી આમ વિદ્યાર્થિનીઓ દ્વારા કાપલીમાંથી ઉત્તરવહીમાં જવાબ લખેલા મળી આવતા સ્પેશિયલ સ્કવૉડની ટીમે પુરાવા સાથે પ્રાથમિક માસ કોપીકેસનો અહેવાલ તૈયાર કર્યો હતો. તેમજ આ કોલેજના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમા વિદ્યાર્થિનીઓની ગેરરીતી કરતા જોવા મળ્યા હતા. જેથી યુનિવર્સિટીએ સીસીટીવી ફૂટેજ અને અહેવાલના આધારે વિદ્યાર્થિનીઓ પર કાર્યવાહી કરી હતી.અને સાથે જ કોલેજના પરીક્ષા સુપ્રિટેન્ડન્ટને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો બ્રિજ ! ખાનગી બસ ચાલકે લીધો માસુમનો જીવ

Back to top button