ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં વધુ બે લોકોએ ગૂમાવ્યાં જીવ
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોઈકને રમતા રમતા, કસરત કરતા, ડાંન્સ કરતા કરતા હાર્ટ અટેક આવી રહ્યો છે. ત્યારે આમ કોઈ પણ સમયે હાર્ટ એટેકથી વ્યક્તિઓ મોતને ભેટી રહ્યા છે. તેમાય ખાસ કરીને નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકનુ પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જે ખરેખર એક ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે રાજ્યામાં હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આજે સુરત શહેરમાં હાર્ટ એટેકથી બે ના મોત થયા છે.
આ પણ વાંચો : હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી
સુરતમાં હાર્ટ એટેકથી બેના મોત
રાજ્યમાં હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. આ ઘટનામાં હાર્ટ એટેકથી એક મહિલા અને એક યુવકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ આ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યા ફરજ પર હાજર રહેલા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી કેમ પાછું ખેંચી લેવામા આવ્યું ? આ રહ્યું કારણ
બંન્નેને શ્વાસ લેવામાં પડી હતા તકલીફ
જાણકારી મુજબ સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. જેમા સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ સુરતના અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી જ મોત થયું છે. આ બંન્નેને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ આ પહેલા જ બંન્નેનું મોત નિપજ્યું હતું.
હાર્ટ એટેકના વધતા જતા બનાવો ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. જે ખરેખર ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. અત્યારે લોકો અચાનક જ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. સુરતની જ વાત કરવામા આવે તો સુરતમાં થોડા દિવસો પહેલા જ જમીને સુઈ રહેલા એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ઉંઘમાં જ તેનુ મોત નિપજ્યું હતુ.જેના કારણે લોકોમાં ચકચાર મચી જવા પામી હતા. આમ રાજ્યમાં હાર્ટ એટેકનું વધતુ જતુ પ્રમાણ લોકોને ચિંતામા મુકી દીધા છે.
આ પણ વાંચો : જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી કેમ પાછું ખેંચી લેવામા આવ્યું ? આ રહ્યું કારણ