અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી

Text To Speech

ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો બાઈક પર પ્રતિબંધ જાહેર કરવામા આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આરટીઓની મંજૂરી લીધા વગર વાહનો દોડાવતા આ એપ પર કાર્યવાહી કરવામા આવી છે.

Uber અને Rapido પર અમદાવાદમાં પ્રતિબંધ

ઉબેર અને રેપિડો વગેરે જેવી ટેક્સી સેવાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી મોટરબાઈક અને સ્કૂટર્સના સંચાલન પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામા આવ્યો છે. જાણકારી મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર હવે અમદાવાદમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ કંપનીઓને તાત્કાલિક અસરથી બાઇક ટેક્સી સેવાઓ પર રોક લગાવવા માટે જાહેર નોટિસ જારી કરી છે. અને હવે RTOની મંજૂરી વિનાના Uber અને Rapido રાઇડર્સ અમદાવાદમાં બાઇક ટેક્સી સેવા આપવાનું ચાલુ રાખે છે તો તેની સામે કાર્યવાહી કરવામા આવશે.

ola, uber, rapido -humdekhengenews

ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાઈ

RTO વિભાગમાં Uber અને Rapidoના પરવાનગી વગરના વાહનો દોડાવતા હોવાની ફરિયાદ આપવામા આવી હતી. ફરિયાદો બાદ RTOની તપાસ બાદ એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જ્યારે Ola ટેક્સી સર્વિસ પૂરી પાડતી કંપની સામે પણ તપાસ કરાઇ રહી છે.

આટલો દંટ ફટકારવામા આવ્યો

RTO વિભાગ દ્વારા એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા ઉબરની 4 ટેક્સી, રેપિડોના 2 બાઈક જપ્ત કરી વાહનદીઠ રૂ.10 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.

ola, uber, rapido -humdekhengenews

એપ આધારિત વાહન સર્વીસ માટે લેવી પડે છે પરવાનગી

મહત્વનું છે કે કોઈ પણ શહેરમાં એપ આધારિત વાહન સર્વીસ માટે , ઉબર અને રેપિડોના વાહનોએ RTOમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ પ્રકારની એપ સર્વીસને ઓનલાઈન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારે ઉબર ટેક્સી અને રેપિડો પરવાનગી વિના આ સર્વીસ ચલાવતા હોવાથી તેની સામે આ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

 આ પણ વાંચો : રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો, આગામી 5 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા

Back to top button