ગુજરાતટોપ ન્યૂઝ

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળશે!

  • પ્રભારીને પણ જાણે ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવામાં રસ નથી
  • ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસને બેઠી કરવી પડે તેવી કપરી જવાબદારી
  • વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77માંથી માત્ર 17 બેઠકો પર સમેટાઈ

ગુજરાત કોંગ્રેસને છુટુ મુકનારા પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માની ગુજરાતમાંથી હકાલપટ્ટી નિશ્ચિત મનાઈ રહી છે, રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી એવા પ્રભારી શર્માથી આમેય કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ છે, કારણ કે છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે અત્યંત ખરાબ પરિણામો આવ્યા હતા.

આ પણ વાંચો: આવતીકાલે ધો. 10-12 CBSEના રિઝલ્ટનો ફેક પત્ર વાઇરલ

પ્રભારીને પણ જાણે ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવામાં રસ નથી

પ્રભારીને પણ જાણે ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવામાં રસ નથી. છેલ્લે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, એ સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે તેમણે સુરતમાં હાજરી આપી હતી, પણ સંગઠનના એકેય કાર્યક્રમમાં તેઓ ફરક્યા નથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી સામે ટિકિટ વહેંચણીમાં વ્હાલા-દવલા અને નાણાંકીય લેતીદેતીના આક્ષેપો તો થયા જ હતા, પરંતુ જુદી જુદી એજન્સીઓ નક્કી કરવામાં પણ તેમની ભૂમિકા માટે સવાલો ઊઠયા હતા તેમ કહેતાં કાર્યકરો કહે છે કે, એકંદરે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની કામગીરીમાં ભલીવાર નહોતો. ગુજરાત કોંગ્રેસને જલદી નવા પ્રભારી મળે તો લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સમજવામાં પણ સમય મળી શકે તેમ છે.

આ પણ વાંચો: બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી, સોસાયટીઓ ખાલી કરાવાઇ 

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77માંથી માત્ર 17 બેઠકો પર સમેટાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77માંથી માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસને બેઠી કરવી પડે તેવી કપરી જવાબદારી માટે પહેલાં તો નવા પ્રદેશ પ્રભારી નીમાશે, એ પછી મોટે ભાગે પ્રદેશ પ્રમુખ અને સંગઠન માળખામાં ધરખમ ફેરફાર થાય તેવો વર્તારો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસે જય ભારત સત્યગ્રાહ સહિતના વિવિધ કાર્યક્રમો આપ્યા છે. પરંતુ પ્રભારી રઘુ શર્મા લાંબા સમયથી એકેય કાર્યક્રમમાં દેખાયા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી જમીન ભાડે મળશે, મહેસૂલ વિભાગે જાહેરાત કરી

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળશે

આ ચૂંટણી વખતે પ્રભારી સામે ટિકિટ વહેંચણીમાં લેતીદેતી થયાના જાહેરમાં જ ગંભીર આક્ષેપો થયા હતા. એકંદરે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ હાઈકમાન્ડ ગુજરાતના પ્રભારીનો મામલો હાથમાં લેશે અને લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળશે, આ દાવો કોંગ્રેસના વર્તુળો કરી રહ્યા છે.

Back to top button