ગુજરાત

ગાંધીનગરમાં ત્રણ દિવસનો કાયરોપ્રેકટર સારવાર કેમ્પ યોજાશે

Text To Speech

પાલનપુર: ગાંધીનગર ખાતે વિવિધ દુઃખાવાની સારવાર માટે કાયરો પ્રેકટર સારવાર ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘કડી સર્વ વિશ્વ વિદ્યાલય’, ગાંધીનગર સંચાલિત ‘ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ’, સેકટર-12, ગાંધીનગર દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- યુનિવર્સિટી ઓફ મિશિગન, કેલિર્ફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 થી 22 જૂન 2022 દરમ્યાન ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સારવાર કેમ્પમાં કાયરોપ્રેકટર પદ્ધતિથી જેઓને કમરનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, માથાનો દુઃખાવો, માઈગ્રેન, સાંધાની ઈજાઓ સહિત સંધિવા, સ્નાયુપેશીઓની ઈજા જેવી પીડામાંથી રાહત આપશે. આ કેમ્પમાં કાયરોપ્રેકટરની સારવાર અર્થે લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ. રૉનની ટીમના 12 જેટલા સભ્યો કાયરોપ્રેકટર તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેશે.

Back to top button