અમદાવાદવિશેષ

મરાઠી મહિલાનું અંગદાન, આપ્યું 3 ગુજરાતીને જીવનદાન

Text To Speech

અમદાવાદઃ સિવિલ હોસ્પીટલમાં અંગદાન સતત વધી રહ્યુ્ં છે એવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ માંજ એક અંગદાન થચું છે. જેમાં એક મરાઠી મહિલાના અંગદાન થી 3 ગુજરાતીના જીવ બચ્યા છે.

મહારાષ્ટ્રના વતની ચિત્રાબેન ચંદેકર (ઉ.43) અમદાવાદમાં રહેતી પોતાની ભાણેજને મળવા આવ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ અમદાવાદથી મહેમદાબાદની મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમનું વાહન સ્લીપ ખાઈ જતા તેઓને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી સારવારમાં તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ચિત્રાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ સિવિલ હોસ્પિટલની ઓર્ગન ડોનેશનની ટીમે તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યું હતું. જેથી અંગદાનનું મહત્ત્વ સમજીને તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. નિર્ણય બાદ ચિત્રોબેનના અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 થી 8 કલાકની મહેનતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને કિડની ઇન્સ્ટિટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આમ ચિત્રાબેનના અંગદાને ત્રણ લોકોને જીવનદાન આપ્યું હતું. ચિત્રાબેનનું અંગદાન એ સિવિલ હોસ્પિટલનું 109મું અંગદાન હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું 1.28 કરોડનું દાન

Back to top button