ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: રોટરી ડિવાઈન અને બનાસકાંઠાના બાળ નિષ્ણાતોએ આપી “બ્રેસ્ટ ફિડિંગ”ની સાચી સમજ

Text To Speech

પાલનપુર: રોટરી ક્લબ ડિવાઇન ડીસા અને એકેડેમિક ઓફ પીડીયાટ્રીક(બાળરોગ નિષ્ણાત) બનાસકાંઠા‌ દ્વારા બ્રેસ્ટ ફીડીંગ અવેરનેશ પ્રોગ્રામનું આયોજન આશા હેલ્થ વર્કર્સ માટે કરવામાં આવ્યું હતું. આ એરનેશ પ્રોગ્રામમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ડીસાના મુખ્ય વક્તા ડો. અંકિતભાઈ માળી દ્વારા‌ બહેનોને સ્તનપાન કેવી રીતે કરાવવું અને તેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

“બ્રેસ્ટ ફિડિંગ”

આ અંગે બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા. જ્યારે બહેનોને ઉદભવતા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, બાળકોના ડોક્ટર હિરેનભાઈ પટેલ તેમજ THO ઓફિસર ડૉ.ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ BHO ઓફિસ ડીસા ખાતે યોજાયો હતો.

આ પણ વાંચો :હીટ સ્ટ્રોકના 11 ચિંતાજનક ચિહ્નો અને લક્ષણો જેને તમારે અવગણવા ન જોઈએ

Back to top button