કોઈ વિઝાના નામે તમારું ભવિષ્ય ડુબાડી શકે છે
શું તમે પણ કેનેડા જવાના સપના જોવો છો? તો પેહલા આ જાણી લેજો, તાજેતરમાં આવો બનાવ જોવા મળ્યો છે. કેનેડાની વિઝાના નામે નકલી ડોક્યુમેન્ટ બનાવી પંજાબના એજેન્ટે 700 ભારતીય વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી છે. દરેક વિદ્યાર્થીઓ પાસેથી 16 -16 લાખ રૂપિયા લુટાયા છે .
કેનેડા સ્ટડી વિઝા લઇ અભ્યાસ કરતા 700 વિદ્યાર્થીઓના નકલી ડોક્યુમેન્ટ સાબિત થતા કેનેડા બોર્ડેર સિક્યોરિટી એજેન્સીએ (Canada Border Security Agency) અચાનક વિદ્યાર્થીઓ પર મોટો બોમ્બ ફોડ્યો છે, નોટીસ આપી દેશ(Canada) છોડવાનો આદેશ કર્યો છે. ખોટા દસ્તાવેજના આધારે વિઝા અને એડમિશન મેળવી 5 વર્ષથી અજાણ 700 વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ જ કર્યો હતો અને જયારે પર્મનેન્ટ રેસીડેન્સી (PR) માટે અપ્લાય કરતા હતા ત્યારે દસ્તાવેજ નકલી હોવાનું સામે આવ્યું હતું. CBSA દ્રારા ડોક્યુમેન્ટ નકલી જાહેર કરવાથી વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘડીએ કેનેડા છોડવાની નોટિસ ફટકારી છે.
700 વિદ્યાર્થીઓ પાસેથી 16-16 લાખ રૂપિયા લીધા હતા
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેવોને આ બાબત વિશે કોઈ પણ જાતની જાણકારી ન હતી. ન્યુઝ રીપોર્ટ અનુસાર આ છેતરપીંડી પંજાબના વિઝા એજેન્ટ બ્રિજેશ મિશ્રા દ્વારા કરવામાં આવી છે. એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ એજેન્સી ચલાવતા બ્રિજેશ મિશ્રાએ ચતુરાઈથી તમામ 700 વિદ્યાર્થીઓને બધા દસ્તાવેજ તૈયાર કરી આપ્યા હતા અને તેના બદલ 16-16 લાખ રૂપિયા વિદ્યાર્થીઓ પાસે પરત લીધા હતા, વિદ્યાર્થીઓ પાસે સહી કરાવી એક પણ દસ્તાવેજ પર પોતાની સહી કરી ના હતી તેથી કેનેડા એજેન્સી આ ડોક્યુમેન્ટ્સ સ્વીકારતી નથી. કેનેડા યુનિવર્સિટી તેમજ કેનેડા જતા વિધાર્થીમાં ચિંતાનો પ્રશ્ન ઉભો થયો છે. જયારે વિદ્યાર્થીઓએ 5 વર્ષ જૂની એડમીશન ઓફર લેટરને પર્મનેન્ટ રેસીડેન્સી માટે રજૂઆત કરી ત્યારે દસ્તાવેજ નકલી હોવાની ખબર પડી હતી.
આ પણ વાંચો : કેનેડામાં ગુજરાતી યુવની લાશ મળી, અભ્યાસ અર્થે ગયેલ અમદાવાદના 26 વર્ષીય યુવકનું મોત
CBSA એ પણ જણાવ્યું કે IRCCઆ મુદે જવાબદાર છે
CBSA, હાલ આ કેસ પર કઈ જાણ નથી કરી, કારણકે CBSA પ્રમાણે કોઈ પ્રાઇવેટ માઈગ્રેશન સર્વિસ એજેન્સીની ખબર પ્રાઇવેટ એક્ટ હેઠળ સુરક્ષિત રાખવામાં આવે છે. કોઈપણ વિદ્યાર્થી જ્યારે વિદેશ અભ્યાસ કરવા જાય છે ત્યારે ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા(IRCC) વિધાર્થીને પરમિટ આપતી હોય છે. CBSA એ પણ જણાવ્યું કે IRCC આ મુદે જવાબદાર છે. વધુમાં જણાવતા, હવે કેનેડાની વિઝા માટે CBSA 11 પ્રાઇવેટ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરમિટ પર રિવેરિફીકેશન થશે તેમજ ભણવા આવતા વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજ જેમાં વિદ્યાર્થીઓએ પોતાના દેશનું પોલીસ વેરિફીકેશનના દસ્તાવેજ પણ જોઈશે.
આ પણ વાંચો : Australia : વિઝા છેતરપિંડીના મામલા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ પર નવા નિયંત્રણો
શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે 2022માં બહાર પડેલ રીપોર્ટ મુજબ 77,00,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે ત્યારે આવી છેતરપીંડી વિદ્યાર્થીઓના ભવિષ્યને મુશ્કેલીમાં મુકી શકે છે.
આ પણ વાંચો:સંજય શેરપુરિયાએ ગુજરાતમાં નોકરીના નામે કરી હતી છેતરપિંડી, પોલીસે પુરાવા એકઠા કર્યા