બનાસકાંઠા : ચક્ષુદાન મહાભિયાન, ડીસામાં 170 લોકોએ મૃત્યુ બાદ ચક્ષુદાનનો લીધો સંકલ્પ
પાલનપુર : માણસ પોતાના મૃત્યુ બાદ પણ જગતને જોઈ શકે તે માટે તેમજ કોઈ અંધ વ્યક્તિ ના જીવનમાંથી અંધકાર દૂર થઈ વિશ્વ દર્શનનો પ્રકાશ ફેલાઇ શકે તે માટે આધુનિક વિજ્ઞાનના યુગમાં ચક્ષુદાન નું મહત્વ વર્ણવાયું છે. ત્યારે ડીસામાં પણ હાલમાં એક ચક્ષુદાન મહાભિયાન શરૂ થયું છે.જેમાં ડીસાના શ્રી જલિયાણ ગૌ સત્સંગ મંડળ દ્વારા અઢીસોથી વધુ લોકોએ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લઈ ખૂબ જ પ્રેરણાદાયક કાર્ય હાથ ધર્યું છે.
View this post on Instagram
ડીસામાં શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ અને દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંક ડીસા ના સહયોગથી શ્રી જલિયાંન ગૌ ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા ચક્ષુદાન મહાદાન નું અભિયાન શરૂ કરાયું છે. જેમાં સંસ્થા સાથે જોડાયેલા લોકો પોતે ચક્ષુદાન કરવાનો સંકલ્પ લઈ 250 થી વધુ લોકોને ચક્ષુદાન કરાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અને જે અંતર્ગત નામ નોંધણી શરૂ કરાતા ટૂંક સમયમાં જ 170 થી વધુ લોકોએ પોતાના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવાનું સંકલ્પ લીધો હતો. ચક્ષુદાન એ મૃત્યુ પછી પણ જગતને જોવાનું આપણને મળેલું ઈશ્વરીય વરદાન છે. મૃત્યુ બાદ માણસના શરીરમાંથી સમયસર આંખના ભાગમાંથી કિકી કાઢી લેવામાં આવે છે અને સમયસર અંધ વ્યક્તિની આંખમાં આ કીકીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે જેથી તે અંધ વ્યક્તિ સંપૂર્ણ રીતે દેખતો થાય છે. આમ આ રીતે અંધ વ્યક્તિને વિશ્વ દર્શનનો આનંદ મળે છે માટે જ આધુનિક વિજ્ઞાનના યુગમાં ચક્ષુદાન ખૂબ જ મહત્વનું દાન ગણાય છે.
આ અંગે ડીસા જલારામ મંદિરના ટ્રસ્ટી અને શ્રી જલિયાણ ગૌ સત્સંગ મંડળના ગૌભક્ત ભગવાનદાસ બંધુ એ જણાવ્યું હતું કે, મેં અને મારા પત્નીએ સૌપ્રથમ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લઈ મંડળ દ્વારા આ વાત લોકો સમક્ષ મુકતા તેને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને અમારા આ અભિયાનમાં અત્યાર સુધી 170 લોકોએ પોતાના નામ ચક્ષુદાન માટે નોંધણી કરાવ્યા છે. અમો 251 વ્યક્તિઓ ને ચક્ષુદાન કરવાનો સંકલ્પ લેવા પ્રેરણા પૂરી પાડવાના છે. જલારામ મંદિર ડીસા દ્વારા અન્ય સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે જેમાં ચક્ષુદાન અભિયાનનો ઉમેરો થયો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના મુડેઠામાં તળાવમાં નાહવા પડેલા આઠ વર્ષના બાળકનું ડૂબી જતાં મોત