ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુત ઈજાના કારણે માત્ર IPLમાંથી જ નહીં પરંતુ આવતા મહિને યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઇ ગયા છે. સુનીલ શેટ્ટી જમાઈ કેએલના સ્વાસ્થ્યને લઈને ખુબ ચિંતિત છે.
સુનીલ શેટ્ટીએ જમાઈ માટે પ્રાર્થના કરી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને ઈજાના કારણે મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ હવે આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેએલ રાહુલના સસરા એટલે કે સુનીલ શેટ્ટીએ પણ તે પ્રાર્થના કરી છે કે તે ઝડપથી સ્વસ્થ થઇ જાય.
બુમરાહ, અય્યર અને હવે રાહુલ પણ ઈજાગ્રસ્ત
જ્યારે કેએલ રાહુલને ઈજા થઈ ત્યારે આથિયા શેટ્ટી સ્ટેડિયમમાં હાજર હતી. પતિની આવી હાલત જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ. હવે કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટીએ જમાઈની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે તે ફાઇટર છે અને ટૂંક સમયમાં પરત ફરશે. રાહુલે તેના ફેન્સને આ અંગે જાણકારી આપી છે. જોકે ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને જેમાં બુમરાહ, અય્યર અને હવે રાહુલનો પણ સમાવેશ થયો છે. તે જલ્દી સ્વસ્થ થઈને જોરદાર વાપસી કરશે.
કેએલ રાહુલની સર્જરી થશે
સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે આવતીકાલે કેએલ રાહુલની સર્જરી થશે. ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે. આ સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમમાં એક કરતા વધારે મહાન ખેલાડી છે. દરેક વ્યક્તિ સારી રીતે કરે છે. મને લાગે છે કે આ વખતે બીજા કોઈને WTCમાં રમવાની તક મળશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર
તમને જણાવી દઈએ કે IPL મેચ દરમિયાન કેએલ રાહુલને જમણી જાંઘમાં ઈજા થઈ હતી. કેએલ રાહુલે પોતે આ અંગે પોસ્ટ શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે કે તે હવે IPLમાં ભાગ લઈ રહ્યો નથી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો છે. 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમતી વખતે ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. તે આખી મેચમાં બેઠો હતો અને છેલ્લા બેટ્સમેન તરીકે બેટિંગ માટે આવ્યો હતો. જોકે, 10 મિનિટ સુધી પિચ પર રહ્યા બાદ પણ તે ન તો કોઈ રન બનાવી શક્યો અને ન તો ટીમને હારથી બચાવી શક્યો.