ટ્રેન્ડિંગધર્મ

વાસ્તુ અનુસાર આ દિશા છે ખાસઃ ધ્યાન નહીં રાખો તો ઘરમાં આવશે બીમારી

Text To Speech
  • ઘરની ઉત્તર-પુર્વ દિશાનો મતલબ સીધો હેલ્થ અને સુખ સંપતિ સાથે હોય છે
  • ઉત્તર-પુર્વની વચ્ચેની દિશાને વાસ્તુમાં ઇશાન કોણ કહેવામાં આવે છે
  • ઘરની દિશામાં મંદિર કે પૂજાનું સ્થાન હોવુ જોઇએ

વાસ્તુમાં ઉત્તર-પુર્વ દિશાને ઇશાન કોણ કહેવામાં આવે છે. ઘરની આ દિશા ખૂબ જ મહત્ત્વની હોય છે. આ દિશાનો સીધો અર્થ હેલ્થ, સુખ સંપતિ અને ધન સાથે હોય છે. આ સ્થાનને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિશામાં અશુદ્ધ વસ્તુઓનો વાસ ન હોવો જોઇએ, નહીંતો તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે. ઉત્તર-પુર્વની વચ્ચેની દિશાને વાસ્તુમાં ઇશાન કોણ કહેવામાં આવે છે. તેમાં ઇશ્વરનું નિવાસ સ્થાન હોય છે. તેથી આ દિશામાં મંદિર કે પૂજાનું સ્થાન હોવુ જોઇએ.

પહેલુ સુખ હેલ્થને ગણવામાં આવે છે. જો આરોગ્ય ઠીક નહીં હોય તો બધુ વ્યર્થ છે. જો તમારા ઘરમાં બિમારી છે અને કોઇ પણ વ્યક્તિની હેલ્થ સારી રહેતી નથી તો ઘરના ઇશાન ખુણાને જુઓ.

વાસ્તુ અનુસાર આ દિશા છે ખાસઃ ધ્યાન નહીં રાખો તો ઘરમાં આવશે બીમારી hum dekhenge news

આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • ઘરના ઇશાન ખુણામાં જો શૌચાલય હોય તો તેને હટાવી દેવુ જોઇએ, કેમકે તે બિમારીનું મોટુ કારણ બની શકે છે. તે કોઇ મોટા રોગને જન્મ આપી શકે છે.
  • જો તમે શૌચાલયને એકદમ હટાવી શકો તેમ ન હોય તો એક કાચના કટોરામાં સમુદ્રી મીઠુ, કપુર અને ફટકડી ભેળવીને ટોઇલેટ-બાથરૂમમાં રાખો.
  • ઇશાન ખુણામાં કીચન હોવુ તે પણ બિમારીનું કારણ બને છે. જો શક્ય હોય તો ગેસની નીચે લીલા રંગના ટાઇલ્સ કે પથ્થર રાખી દો.
  • ઇશાન ખુણામાં કોઇ કબાટ કે હેવી વસ્તુ પણ ન રાખવી જોઇએ. તેનાથી ઘરની મુખ્ય વ્યક્તિ પર ભાર આવે છે.

આ પણ વાંચોઃ ક્યારે છે વટ સાવિત્રી વ્રત? શું છે મહત્ત્વ?

Back to top button