ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ફ્રિજમાં મુકેલુ જમવાનું હેલ્થ માટે ડેન્જરઃ જાણી લો આ નુકશાન

  • ફ્રિજમાં ખોરાકના સ્ટોરેજની આદત બિમાર પાડશે
  • સમયની બચત કરવા કે વધેલુ ભોજન સ્ટોર કરવાનું ટાળો
  • ગુંદેલો લોટ, બાફેલી દાળ, કાપેલા ફળ ફ્રિજમાં ન રાખો

સમયની બચત કરવાની વાત હોય કે પછી ઘણી વખત બચેલુ જમવાનુ સ્ટોર કરવાની ઇચ્છા હોય. આપણે તેને ફ્રિજમાં મુકી દઇએ છીએ. આમ કરીને આપણે આપણો સમય તો બચાવી લઇએ છીએ, પરંતુ હેલ્થ બગાડી દઇએ છીએ. આ આદત તમને ધીમે ધીમે બીમાર બનાવી શકે છે. ગુંદેલો લોટ હોય કે પછી બાફેલી દાળ હોય અથવા તો પછી કાપેલા શાકભાજી કે પછી ફ્રુટ. આવી વસ્તુઓને ફ્રિજમાં સ્ટોર કરવાથી સમયની તો બચત થાય છે, પરંતુ ફ્રિજમાં જમવાનુ રાખવાનો પણ એ સમય હોય છે, જે આપણે જાણતા નથી.

ફ્રિજમાં કેમ જલ્દી બગડતુ નથી જમવાનું

ભોજનને લાંબા સમય માટે બનાવીને રાખવાથી તેમાં જીવાણુ પેદા થવા લાગે છે. ફ્રિજ ભોજનમાં સાલ્મોનેલા, ઇ-કોલાઇ અને બોટુલિનમ જેવા જીવાણુઓના વિકાસને ધીમો કરી દે છે. જોકે આ જીવાણુઓને રોકવાનો પ્રયાસ ખાદ્યપદાર્થોને ઝેરમાં બદલી દે છે. આવા સમયે એ સમજવુ જરૂરી છે કે ફ્રિજમાં રાખેલા ખોરાકની પણ એક ટાઇમ લિમિટ હોય છે.

ફ્રિજમાં રાખેલુ જમવાનું સ્ટોર કરવાના નુકશાન

ફ્રિજમાં મુકેલુ જમવાનું હેલ્થ માટે ડેન્જરઃ જાણી લો આ નુકશાન hum dekhenge news

ફુડ પોઇઝનિંગ

રસદાર ખાદ્ય પદાર્થોને ફ્રિજમાં સ્ટોર કરવા આરોગ્ય માટે નુકશાનકારક છે. જો તમે ફ્રિજમા રાખેલુ મીટ ખાવ છો તો તેનો રસ ટપકીને અન્ય ભોજનને પણ દુષિત કરી શકે છે. જેના કારણે ફુડ પોઇઝનિંગ ઉદ્ભવી શકે છે.

પેટ સાથે જોડાયેલી સમસ્યા

ફ્રિજમાં જરૂર કરતા વધુ ફળ-શાકભાજી હોવાના લીધે હવા ઓછી આવે છે, જેના કારણે જમવાનું ફ્રેશ રહેતુ નથી અને ન તો તે બેક્ટેરિયા ફ્રી રહી શકે છે. આ કારણે જરૂરિયાત કરતા વધુ ફ્રિજમાં રાખેલુ જમવાથી પેટનો દુખાવો થાય છે.

ફ્રિજમાં મુકેલુ જમવાનું હેલ્થ માટે ડેન્જરઃ જાણી લો આ નુકશાન hum dekhenge news

સંક્રમણનો ખતરો

ગંદા રેફ્રિજરેટરમાં વંદા, માખી કે મચ્છરો જેવા કીડા પોતાની જગ્યા બનાવી લે છે. આ કીડા-મકોડાના લીધએ બેક્ટેરિયા અને ફંગસ જમવાને દુષિત કરી શકે છે. આ કારણે ગેસ, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

ભોજન સ્ટોર કરતા પહેલા આટલુ ધ્યાન રાખો

  • જમવાની શુદ્ધતા તપાસવા માટે તેને સુંઘીને, જોઇને અને ટચ કરીને તમે જોઇ શકો છો કે તમારુ ભોજન સુરક્ષિત છે કે નહીં
  • જો તમને ભોજનની શુદ્ધતા પર શંકા હોય તો કંઈ વિચાર્યા વગર તેને ફેંકી દો
  • શક્ય હોય તેટલુ તાજુ રાંધેલુ ભોજન જ કરો.

આ પણ વાંચોઃ ‘આદિપુરુષ’નું ટ્રેલર રિલીઝ, ભગવાન રામના અવતારમાં પ્રભાસને જોઈ ચોંકી જશો

Back to top button