ગુજરાતદક્ષિણ ગુજરાત

રુપિયાને કારણે પિતા જ પુત્રનો વેરી થયો ! કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની કરી હત્યા

Text To Speech

રાજ્યમા ઘર કંકાસમાં પરિવારના સભ્યો દ્વારા જ હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વલસાડમાં પિતા દ્વારા પુત્રની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક પિતાએ કુહાડીના ઘા ઢીંકીને પોતાના જ પુત્રનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે.

વલસાડ હત્યા -humdekhengenews

પિતાએ પુત્રની કરી હત્યા

વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ તેના જ પુત્રની હત્યા કરી નાખી છે. મળતી જાણકારી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરી દીધી છે. પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થતા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું કે પુત્રની હત્યા બાદ પિતાની તબિયત પણ લથડી હતી. જેથી તેમને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ સમગ્ર મામલે પારડીપોલીસે પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ હત્યા -humdekhengenews

જાણો શું હતી સમગ્ર ઘટના

પારડી ખાતે રહેતા નામદેવ નાયક અને તેમનો પુત્ર નરોત્તમ નાયક બંને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગતરોજ રુપિયાની વહેંચણીને લઈને પુત્ર અને પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં જેમાં પિતા પુત્રને પૈસા આપવા ઈચ્છતો ન હતા.જ્યારે પુત્ર પૈસાની માગણી કરતો હતો, જેથી આવેશમાં આવેલા પિતાએ ઝાડવા કાપવા માટે રહેલી કુહાડી પુત્રના માથાભાગે મારી નિર્મમતાથી હત્યા કરી નાખી હતી. પુત્રની હત્યા કર્યા બાદ પિતાની પણ તબિયત લથડી હતી અને ખેતરમા જ બેભાન થઈને પડ્યા હતા. આ ઘટનાને અહીથી પસાર થી રહેલ એક વ્યક્તિએ જોતા તેને તરત પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : તલાટીની પરીક્ષાને કારણે ST વિભાગ બન્યું માલામાલ ! એક જ દિવસમાં થઈ અધધધ આવક

Back to top button