ગુજરાતટોપ ન્યૂઝ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલી આપવા આદેશ, જેલ પ્રશાસન સતર્ક

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલમાં રાખવામાં આવશે. આજે 14 દિવસની પોલીસ કસ્ટડી બાદ લોરેન્સ બિશ્નોઈને ગુજરાત પોલીસ દ્વારા નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કરાયો છે. તમને જણાવી દઈએ કે સાબરમતી જેલ અતીક અહેમદનું પણ ઠેકાણું હતું. જ્યાંથી અતીક મોબાઈલ ફોનનો આડેધડ ઉપયોગ કરીને પોતાની ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતો હતો. આ સાથે જ લોરેન્સ બિશ્નોઈને આ જ સાબરમતી જેલમાં ખસેડવામાં આવનાર છે ત્યારે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ શંકા છે કે લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં પોતાનું નેટવર્ક ઉભું કરવાનો પૂરો પ્રયાસ કરશે. જે રીતે મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મુંબઈ સુધી લોરેન્સ બિશ્નોઈની જેલમાં નેટવર્ક ફેલાયું છે.લોરેન્સ બિશ્નોઈ - Humdekhengenews જેલ પ્રશાસન અને તમામ સુરક્ષા એજન્સીઓ આ અંગે સંપૂર્ણ રીતે સતર્ક છે. ગયા વર્ષે 14 સપ્ટેમ્બરે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત ATSએ કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક દરિયામાં એક પાકિસ્તાની ફિશિંગ બોટને અટકાવી હતી. તેની પાસેથી 200 કરોડથી વધુની કિંમતનું કિલો હેરોઈન મળી આવ્યું હતું. તે સમયે ‘અલ તય્યાસા’ નામની બોટમાં મુસાફરી કરી રહેલા પાકિસ્તાનના છ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તપાસમાં ખુલાસો થયો કે હેરોઈન દિલ્હીના બે રહેવાસી સરતાજ મલિક અને જગ્ગી સિંહ ઉર્ફે વિરપાલ સિંહની મદદથી રોડ માર્ગે દિલ્હી અને પંજાબ જેવા ઉત્તરના રાજ્યોમાં લાવવામાં આવતું હતું. બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે એમ પણ જણાવ્યું હતું કે નાઇજિરિયન નાગરિક સહિત બે દાણચોરોની ટોળકી દ્વારા ડ્રગની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ બંને દાણચોરો હાલ પંજાબની જેલમાં બંધ છે.

આ પણ વાંચો : Madhyapradesh : ખરગોનમાં બ્રિજ પરથી બસ નીચે પડી, 15 મુસાફરોના મોત, 25 ઘાયલ
લોરેન્સ બિશ્નોઈ - Humdekhengenewsઆઠ આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડ્રગ સ્મગલર્સ મેરાજ રહેમાની અને અની ચીફ ઓબિન્ના ઉર્ફે ચીફ (બંને નાઈજીરીયન નાગરિકો) જેલમાં બેસીને ગેંગ ચલાવતા હતા. રહેમાની કપૂરથલા જેલમાં અને ઓબિન્ના અમૃતસરની જેલમાં બંધ છે. આ બંને પર આરોપ છે કે બંને લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતા હતા. હવે લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં રાખવાનો છે ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું હોય તેવું હાલ લાગી રહ્યું છે.

Back to top button