ગુજરાતટોપ ન્યૂઝ

ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓને હાઇકોર્ટે આપી મોટી રાહત

  • સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી
  • સ્ત્રીઓના રક્ષણના વિશેષ અને અસરકારક અધિકાર આપવામાં આવ્યા
  • પત્ની દ્વારા સોગંદનામું રજૂ કરીને પણ પોતાની સરતપાસ કે પુરાવો રજૂ કરી શકાય

ઘરેલુ હિંસાના કેસમાં પત્નીએ રૂબરૂ કોર્ટમાં હાજર થવાની જરૂર નથી તેમ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. જેમાં સોગંદનામા પર સરતપાસ કે જુબાનીના નીચલી કોર્ટના હુકમને બહાલી કરાઇ છે. પત્નીની જુબાની રદ કરવા પતિએ કરેલી અરજી હાઇકોર્ટેએ ફગાવી છે. તેમજ સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC રસ્તા પર થૂંકનારાઓને ઈ-મેમો ફટકારશે 

પત્ની દ્વારા સોગંદનામું રજૂ કરીને પણ પોતાની સરતપાસ કે પુરાવો રજૂ કરી શકાય

પતિ દ્વારા પત્નીને અદાલત સમક્ષ જુબાની આપવા માટે હાજર રાખવા અને તેણી દ્વારા સોગંદનામા પર કરાયેલી સરતપાસને રદ કરવાની માગ સાથે થયેલી અરજીને ફ્ગાવતા ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પ્રોટેકશન ઓફ્ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ-2005ની સંબંધિત જોગવાઇ હેઠળ પત્નીને જુબાની કે સરતપાસ માટે અદાલત સમક્ષ રૂબરૂ હાજર થવાની જરૂર નથી. પત્ની દ્વારા સોગંદનામું રજૂ કરીને પણ પોતાની સરતપાસ કે પુરાવો રજૂ કરી શકાય છે.

આ પણ વાંચો: ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર 

સ્ત્રીઓના રક્ષણના વિશેષ અને અસરકારક અધિકાર આપવામાં આવ્યા

હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ પ્રશ્નના સમાપન માટે સૌથી પહેલા તો અદાલત કાયદાકીય જોગવાઇઓ ધ્યાનમાં લેવા ઇચ્છે છે કે જેના મારફ્તે ડોમેસ્ટિક વાયોલન્સ એકટમાં પરિવારમાંથી સ્ત્રીને કોઇપણ રીતે હિંસાનો ભોગ બનાવાઇ હોય તે માટે સ્ત્રીઓના રક્ષણના વિશેષ અને અસરકારક અધિકાર આપવામાં આવ્યા છે, જે બહુ મહત્વના છે. આ કાયદામાં સુનાવણીની તારીખ, નોટિસ બજવણી, અરજીનો નિકાલ સહિતની બાબતોની સમયમર્યાદા પણ આદેશાત્મક બનાવાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના 8,764 હજયાત્રીઓની ગો-ફસ્ટે ટેન્શન વધારી 

સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાને લેતા, ઘરેલુ હિંસાના કાયદામાં પુરાવો કે સરતપાસ સોગંદનામા પર આપી શકાય અને તે માટેની મંજૂરી કોર્ટ આપી શકે છે. નીચલી બંને કોર્ટો દ્વારા હુકમમાં કોઇ ભૂલ કે ક્ષતિ કરાઇ નથી. અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, નીચલી અદાલતનો હુકમ ભૂલભરેલો છે, તેને રદ કરો. પત્નીને અદાલત સમક્ષ જુબાની આપવા માટે હાજર રાખવા અને તેણી દ્વારા સોગંદનામા પર કરાયેલી સરતપાસને રદ કરવાની માગ સાથે પતિએ કરેલી અરજીને પણ કોર્ટે ફ્ગાવી હતી.

Back to top button