NCRB દ્વારા ગુજરાતમાં 40000 જેટલી મહિલાઓ ગાયબ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. જો કે હવે આ અંગે ગુજરાત પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, મોટાભાગની ગુમ થયેલી મહિલાઓ હવે ઘરે પરત ફરી છે અને તેમના પરિવાર સાથે રહી રહી છે. ગુજરાત પોલીસે ટ્વીટ કર્યું છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા સ્ત્રોતોને ટાંકીને, મીડિયા અહેવાલો છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 40,000 મહિલાઓ ગુમ થઈ ગઈ છે. પોલીસે તેની તપાસ હાથ ધરી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ મહિલાઓ પારિવારિક વિવાદ, પરીક્ષામાં નાપાસ અને અન્ય કારણોસર ઘર છોડીને નીકળી હતી.
આ પણ વાંચો : ગુજરાતની આ યુનિવર્સિટીમાં પેપરલેસ પરીક્ષા લેવાનો નવતર પ્રયોગ, 9000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
There are media reports citing data sources of National Crime Record Bureau (NCRB), New Delhi that 40,000 women have gone missing in Gujarat in 5-years. However, out of 41,621 women gone missing during the period 2016-20 as per the data published in Crime in India-2020
— Gujarat Police (@GujaratPolice) May 8, 2023
ગુમ થવાના કેસોની તપાસમાં જાતીય શોષણ, માનવ અંગોની હેરફેર જેવા કેસો સામે આવ્યા ન હોવાનું પોલીસ દાવો કર્યો હતો. વર્ષ 2016-20 દરમિયાન કુલ 41,621 મહિલાઓ ગુમ થઈ હતી. તેમાંથી 39,497 (94.90%) મહિલાઓને શોધી કાઢવામાં આવી છે. આ મહિલાઓ તેમના પરિવાર સાથે રહેતી હોવાનું ગુજરાત પોલીસને જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક પોલીસ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર ગુમ થનાર કોઈપણ વ્યક્તિની તપાસ કરે છે. આ ડેટા પછી સંબંધિત વેબસાઈટમાં ફીડ કરવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 2016માં 7105 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2017 માં પણ 7712 થી વધુ મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2018માં 9246 મહિલાઓ ઘરેથી ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2019 માં, 9268 મહિલાઓ ગુમ થઈ હતી. આ સિવાય વર્ષ 2020માં 8290 મહિલાઓ તેમના ઘરેથી ગુમ થઈ હતી.