ગુજરાત

ચિત્રાસણી- ડીસાના માર્ગ પર ખાનગી વાહનોમાં મુસાફરોની મોતની સવારી

Text To Speech

પાલનપુર:પાલનપુર તાલુકાના ચિત્રાસણીથી ડીસા જતા માર્ગ ઉપર સવાર-સાંજ ઘેટા બકરાની જેમ ભરેલા મુસાફરોની હેરાફેરી કરતા વાહનોની કતાર લાગે છે. આ માર્ગ ઉપર થોડા દિવસ અગાઉ સાંગલા ગામનાં માર્ગ ઉપર બંને વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં એક મુસાફરનું ઘટના સ્થળે મોત થયું હતું. જો કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનું પાલન ન કરે તો તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે અને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જિલ્લા ટ્રાફીક પોલીસને ખાનગી વાહનોમાં ઘેટા -બકરાની જેમ મુસાફરોને લઈ જતાં વાહનો કેમ દેખાતા નથી.? તેવા પ્રશ્નો સામાન્ય જનમાં પૂછાઇ રહ્યા છે.

 

શું જિલ્લા ટ્રાફિક પોલીસની નજર બહાર હશે?
આ વાહનોમાં ઘેટા -બકરાની જેમ ભરેલા મુસાફરોના જીવને કોઈ જોખમ થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલ પણ ઉઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી જાગી આવા ઘેટા- બકરાની જેમ મુસાફરો ભરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સત્વરે માર્ગ પર પસાર થતા આવા ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Back to top button